નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભભ થઈ ગયો છે. સિરીઝનો પ્રથમ મેચ એડિલેડમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ ચેતેશ્વર પૂજારાની સદીએ ટીમ ઈન્ડિયાને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધું હતું. ભારત 250 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ત્યારબાદ ભારતીય બોલરોએ દમદાર પ્રદર્શન કરતા બીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયા 7 વિકેટ ગુમાવી 191 રન બનાવી શક્યું હતું.
એડિલેડ ટેસ્ટ પહેલા રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિને ક્રિકેટ ફેન્સને એક સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું હતું. બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં રોહિત અને અશ્વિન ભારતીય ફેન્સને મળતા દેખાઈ રહ્યાં છે. આ બંન્ને હોટેલમાંથી નિકળીને ટ્રેનિંગ સેશનમાં જઈ રહ્યાં છે. ભારત જ્યારે ઓસ્ટ્રેલિયામાં રમે છે તો તેનું મોટુ સમર્થન મળે છે. આ વીડિયોમાં રોહિત શર્મા અને અશ્વિન ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં છે અને આ પ્રવાસને લઈને ફેન્સને કેટલાક સવાલો કરી રહ્યાં છે.
Rohit & Ashwin surprise fans on the streets of Adelaide 😯😯
Ever wondered how you would feel if @ImRo45 or @ashwinravi99 walked up to you on the streets randomly? The duo did just that on their way back from the Adelaide Oval - by @28anand
📽️📽️📽️ https://t.co/iboI3dCvQz pic.twitter.com/7hQoguzM6d
— BCCI (@BCCI) December 5, 2018
રોહિત શર્મા ફેન્સની સાથે વાત કરી રહ્યો છે અને ફેન્સ ખુશ દેખાઈ રહ્યાં છે. બીસીસીઆઈએ વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, જ્યારે રોહિત શર્મા અને અશ્વિને અચાનક શેરીઓમાં તમારી સાથે દેખાયા તો ફેન્સ ખુશ જણાતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે