નવી દિલ્હી: ધવને ફરી એકવાર બેટ ઉપાડી લીધું છે. તેમણે એક ટ્વિટ દ્વારા તેની જાણકારી આપી. વેસ્ટઇંડીઝ પ્રવાસ પહેલાં ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે આ રાહતના સમાચાર છે. ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન વર્લ્ડકપ દરમિયાન અંગૂઠામાં ઇજાના લીધે ટૂર્નામેંટથી બહાર થઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ દરમિયાન તેમના અંગૂઠા પર પેટ કમિંસનો બોલ લાગ્યો હતો. ઇજા બાદ પણ શિખર ધવને રમવાનું ચાલુ રાખ્યું હતું અને ટીમને જીત અપાવી હતી.
શિખર ધવને ટ્વિટર પર એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી છે જેમાં તે નેટ અભ્યાસ કરતાં જોવા મળી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ધવને બોટલ કેપ ચેલેંજ લીધી છે. તેમણે યુવરાજ સિંહ દ્વારા આપવામાં આવેલી બોટલ કેમ્પ ચેલેન્જને પુરી કરતાં મિડ ઓફ પર ડ્રાઇવ લગાવી.
તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું ''યુવી પાજી, આ રહી મારી બોટલ કેપ ચેલેંજ! આ પહેલીવાર છે કે જ્યારે હું મારી ઇજા બાદ મારું બેટ ઉપાડ્યું છે... પરત કરીને સારું લાગી રહ્યું છે.'' બોટલ કેમ્પ ચેલેન્જ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ઘણા યૂઝર બોટલની કેપને કિકથી હટાવીને તેના વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. ક્રિકેટર્સે તેને થોડા ટ્વિસ્ટ વધુ રોચક બનાવી દીધા છે.
Yuvi Paaji, here is my #BottleCapChallenge! This is the first time I am picking my bat up after my injury..feels good to be back! 💪 @YUVSTRONG12 pic.twitter.com/NaFADCbV8K
— Shikhar Dhawan (@SDhawan25) July 18, 2019
ઇંડીઝ પ્રવાસ પર જઇ શકે છે ધવન
ભારતીય ટીમને 3 ઓગસ્ટથી વેસ્ટઇંડીઝના પ્રવાસ પર જવાનું છે. ભારતને આ પ્રવાસમાં 3 ટી-20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. પ્રવાસની શરૂઆત ટી-20 થી થશે. વનડે સીરીઝની શરૂઆત 8 ઓગસ્ટથી થશે. ધવને અભ્યાસ શરૂ કરી દીધો છે. આશા છે કે તેમને ટીમમાં જલદી સામેલ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે