નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર આખી દુનિયામાં 'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામે ઓળખાય છે. પાકિસ્તાને જે ફાસ્ટ બોલરો આપ્યા, તેમાં શોએબ અખ્તર સૌથી ખતરનાક ફાસ્ટ બોલર ગણવામાં આવે છે. તે કેટલાક એવા ફાસ્ટ બોલરોમાંથી એક છે જેમણે પોતાની પેસના જોરે બોલને મૂવ કરાવ્યો. તેમના ખતરનાક યોકર્સ અને બાઉંસર દુનિયાના બધા બેટ્સમેનોને ડરાવવા માટે પુરતા છે. 1997ની વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર બ ઈજી ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર આ પાકિસ્તાની ફાસ્ટ બોલરે એકવાર ક્રિકેટના મેદાનમાં પગ મુક્યા બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી.
43 વર્ષીય આ ફાસ્ટ બોલરે વિપક્ષી બેટ્સમેનો માટે સતત ઘાતક બન્યા. 'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામથી જાણિતા મોટા-મોટા બેટ્સમેનોમાં ખૌફ પેદા કરનાર શોએબ અખ્તરે 46 ટેસ્ટ, 163 વન-ડે અને 15 ટી-20 મેચ રમી. તેમાં તેમણે ક્રમશ: 178, 247 અને 19 વિકેટ ઝડપી. 14 વર્ષના લાંબા પોતાના ક્રિકેટ કેરિયરમાં તે સતત ઇજાથી પરેશાન રહ્યા.
2011ના વર્લ્ડકપમાં શોએબ અખ્તરે અંતિમવાર પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું. પાકિસ્તાન અને ન્યૂઝિલેંડની મેચમાં અખ્તર ખૂબ મોંઘા સાબિત થયા હતા. પછી તેમણે બીજી મેચ રમી નહી. 2015માં તે ક્રિકેટ પીચ પર ફરી પરત ફર્યા. અમેરિકામાં તે વોર્ન વોરિયર્સ વિરૂદ્ધ સચિન બ્લાસ્ટર્સની તરફથી રમ્યા.
આ વર્ષથી શરૂમાં પણ શોએબ અખ્તર સેંટ મોરિટ્ઝ આઇસ ક્રિકેટ ટૂર્નામેંટમાં પેલેસ ડોયમંડ્સની તરથી સ્વિત્ઝરલેંડમાં રમ્યા. આ પૂર્વ ફાસ્ટ બોલર હાલ પાકિસ્તાન પ્રીમિયર લીગ (PSL) લાહોર કલંદર ફ્રેંચાઇઝીની સાથે જોડાયેલા છે. તે ટી-20 ટૂર્નામેંટના પસંદગીકર્તાઓમાંથી એક છે. તાજેતરમાં જ શોએબ એક આયોજનમાં સામેલ થયા, જેમાં ઘણા યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો.
Here am making a come back for Lahore Qalandar..
Bowled after years but loved it .. pic.twitter.com/cFpWwNsyML— Shoaib Akhtar (@shoaib100mph) August 28, 2018
આ દરમિયાન શોએબ પોતાના બાવડા ખોલીને બતાવ્યું કે તેમની ઉર્જા ખતમ થઇ નથી. તેમણે લાંબા રન અપથી બોલીંગ કરી અને ગુડ લેંથ બોલ નાખ્યો. બેટ્સમેને તેમની બોલને સતર્કતાથી રમતાં બોલને લેગ સાઇડ પર ડિફેંસિવ અંદાજમાં રમ્યો. શોએબ અખ્તરે હાલ એક વીડિયો પોસ્ટ કર્યું છે. તેમાં તેમણે કેપ્શન આપી- 'લાહોર કલંદર માટે વાપસી, વર્ષો બાદ બોલીંગ કરી અને મને સારું લાગ્યું.' 2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી ચૂકેલા 43 વર્ષીય શોએબ અખ્તર ક્રિકેટના મેદાન પર બોલીંગ કરતાં ખૂબ ખુશ જોવા મળ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે