નવી દિલ્હીઃ સામાન્ય રીતે ખેલાડીઓ પાસે આશા કરવામાં આવે છે કે જ્યાં પ્રેક્ટિસ કરી રહ્યાં હોય ત્યાં અનુશાસન બનાવી રાખે. રમતને અનુશાસનની મિસાલ આપવામાં આવે છે, પરંતુ દિલ્હીના તુગલકાબાદમાં સ્થિત કર્ણી સિંહ રેન્જ (karni singh range) બે શૂટર સામ-સામે ઝગડી પડ્યા હતા. જ્યારે બાકી શૂટર પ્રેક્ટિસની જગ્યાએ અભ્યાસ કરી રહ્યાં હતા, ત્યારે પાસે બે શૂટર એકબીજા સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા.
જાણવા મળ્યું નથી કે કોણ છે તે શૂટર
દિલ્હીના શૂટર શિમોન શરિફે રવિવારે 40 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બંન્ને શૂટરોને એકબીજા સાથે લડતા જોઈ શકાય છે અને ત્યાં રહેલા બીજા લોકો વચ્ચે બચાવનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ બંન્ને શૂટર કોણ છે તેની માહિતી હજુ સુધી સામે આવી રહી નથી.
All is not well at the iconic Dr. Karni Singh Shooting Range. @Media_SAI @IndiaSports @KirenRijiju @RaninderSingh pic.twitter.com/DLm7MT55Ga
— SHIMON SHARIF (@ShimonSharif) October 20, 2019
રેન્જમાં બધુ યોગ્ય નથી
શરીફે પોતાના ટ્વીટમાં લખ્યું, 'કર્ણી સિંહ શૂટિંગ રેન્જમાં બધુ સરખુ નથી.' શિમોને અત્યાર સુધી ભારત માટે શૂટિંગમાં 100થી વધુ મેડલ જીત્યા છે. તેણે ભારતની પ્રથમ શૂટિંગ વેબસાઇટ લોન્ચ કરી હતી.
Pak vs Aus: ટેસ્ટ અને ટી20 સિરીઝ માટે પાકની ટીમ જાહેર, સરફરાઝ બહાર
આ વીડિયો તેણે ખેલ પ્રધાન કિરણ રિજિજૂ, ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘ (એનઆરએઆઈ)ના અધ્યક્ષ નરિંદર સિંહ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ)ને ટેગ કર્યો છે. તેવી માહિતી મળી રહી છે કે એનઆરએઆઈએ આ મામલાને ધ્યાને લીધો છે અને તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે