IND vs AFG 2nd T20I: ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ ઈશ્વરમાં ખુબ જ આસ્થા રાખે છે. જ્યારે પણ તેમને સમય મળે ત્યારે તેઓ કોઈકને કોઈક ધાર્મિક સ્થળે અથવા પોતાના ઈષ્ટ દેવના દર્શન માટે અચુક જતા હોય છે. ફરી એકવાર તેનું તાજુ ઉદાહરણ જોવા મળ્યું. અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરિઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની યંગ બ્રિગેડના કેટલાંક ખેલાડીઓએ ઉજ્જૈન જઈને મહાકાલના દર્શન કર્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ઇન્દોરમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી T20 મેચમાં 6 વિકેટે જીત મેળવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી હતી. ભારતે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. અફઘાનિસ્તાન સામે ટી-20 સીરીઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોએ ઉજ્જૈનમાં મહાકાલના અવસર પર તેમની મુલાકાત લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પણ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો.
#WATCH | Madhya Pradesh | Indian cricketers Tilak Varma, Washington Sundar, Jitesh Sharma & Ravi Bishnoi attend 'Bhasma Aarti' performed at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/PGYyiS809h
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 14, 2024
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટર તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર, જીતેશ શર્મા અને રવિ બિશ્નોઈએ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા. વીડિયોમાં જોવા મળ્યું હતું કે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં આયોજિત ભસ્મ આરતીમાં જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, તિલક વર્મા અને રવિ બિશ્નોઈ બેઠા હતા. ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓએ 15 જાન્યુઆરીએ વહેલી સવારે મહાકાલ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને પૂજા કરી હતી.ન્યૂઝ એજન્સી ANIએ ભારતીય ક્રિકેટરોનો એક વીડિયો પણ શેર કર્યો છે.
ભસ્મ આરતી દરમિયાન પૂજારીઓએ ભગવાન મહાકાલને તલથી સ્નાન કરાવ્યું હતું. ભારતીય ક્રિકેટર તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર, જીતેશ શર્મા અને રવિ બિશ્નોઈ નંદી હોલમાં બેસીને ભગવાન મહાકાલનું ધ્યાન કર્યું હતું. ભગવાનને તલના લાડુ અને તલમાંથી બનાવેલી છપ્પન વાનગીઓ અર્પણ કરીને આરતી કરવામાં આવી હતી. નંદી હોલમાં ભારતીય ક્રિકેટરો સૌથી આગળ બેઠા હતા.આપને જણાવી દઈએ કે ગત વર્ષે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે ભગવાન મહાકાલના મંદિરે પહોંચ્યા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ આ દરમિયાન ભગવાન મહાકાલની ભસ્મ આરતી કરી હતી.
ત્રીજી T20 બેંગલુરુમાં 17 જાન્યુઆરીએ રમાશે-
યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેની અડધી સદીની મદદથી ભારતે રવિવારે બીજી T20 મેચમાં અફઘાનિસ્તાનને 26 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ અફઘાનિસ્તાને 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ભારતે 15.4 ઓવરમાં ચાર વિકેટે 173 રન બનાવીને જીત મેળવી હતી. ત્રીજી અને અંતિમ મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે