લંડનઃ ઈંગ્લેન્ડની ધરતી પર મળેલા પરાજય બાદ પણ કેપ્ટન વિરાટ કોહલીની ટીમની ખામી પર વધુ બોલવા ઈચ્છતો નથી. પરંતુ વિરાટે સ્વીકાર કર્યો કે થોડી ખામી છે પરંતુ તેણે ભાર આપીને કહ્યું કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં 1-4થી હારને સ્વીકાર કરવી એટલી મુશ્કેલ નથી અને તેની ટીમમાં આમૂલ પરિવર્તન લાવવાની જરૂર નથી.
ઈંગ્લેન્ડની તુલનાત્મક રૂપથી નબડી મનાતી ટીમ શ્રેણી દરમિયાન ઘણા અવસરે ભારત પર ભારે પડી હતી. યજમાન ટીમ પણ પોતાની બેટિંગને લઈને મુશ્કેલીમાં હતા.
કોહલીએ પાંચમી અને અંતિમ ટેસ્ટમાં મંગળવારે 118 રનના પરાજય બાદ કહ્યું, અમે સમજી શકીએ કે આ શ્રેણી જે તરફ ગઈ અને અને અમને તેવું જણાવું નથી કે જેમાં મોટા ફેરફારની જરૂર છે. જો તમે પ્રત્યેક મેચમાં પ્રતિસ્પર્ધા રજૂ કરો છો અને પ્રત્યેક મેચમાં ક્યારેક તમારૂ પલડું ભારે રહ્યું છે તો તેનો અર્થ છે તમે યોગ્ય કરી રહ્યાં છો.
ઈંગ્લેન્ડ સામે પરાજયથી વિદેશની ધરતી પર ભારતના ખરાબ રેકોર્ડમાં વધારો થયો છે. આ પહેલા ભારત આ વર્ષે આફ્રિકામાં પણ હાર્યું હતું.
કોહલીએ કહ્યું, જરા પણ મુશ્કેલ નથી (દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની હારને સ્વીકાર કરવી) કારણ કે મારા માટે તે મહત્વ રાખે છે કે તમે કઈ રીતે ક્રિકેટ રમો છો. ચોથા મેચ બાદ અમે કહ્યું હતું કે અમે હાર નહીં માનીએ અને અમે હાર ન માની.
ટીમની જે ખામીઓ બહાર આવી તેના પર વાત કરતા કોહલીએ કહ્યું કે, તેમાં સૌથી મહત્વપૂર્ણ છે કે ટીમ મજબૂત સ્થિતિનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી છે.
કોહલીએ કહ્યું, અમે દબાવ બનાવ્યો. અમે બેટિંગ અને બોલિંગમાં પર્યાપ્ત સમય સુધી દબાવ બનાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. ઈંગ્લેન્ડે આ સ્થિતિનો ફાયદો અમારા કરતા સારી રીતે ઉઠાવ્યો છે.
રવિ શાસ્ત્રીએ મેચ પહેલા કહ્યું હતું કે આ વિદેશી પ્રવાસ કરનારી ભારતની સર્વશ્રેષ્ઠ ટીમ છે જ્યારે કેપ્ટનને આ વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું, અમારે તેના પર વિશ્વાસ કરવો પડશે, અંતે કેમ નહીં. તમને શું લાગે છે.
Virat Kohli lashes out at a reporter when asked about his team's reputation as the best Indian side in 15 years. #ENGvIND pic.twitter.com/T5rdgVGyMw
— Deepak Raj Verma (@iconicdeepak) September 12, 2018
તેના જવાબમાં સવાલ પૂછનાર પત્રકારે કહ્યું, હું ખરી રીતે ન કહી શકું. તો ગુસ્સામાં કોહલીએ કહ્યું, તે તમારો દૃષ્ટિકોણ છે. કોહલીએ સ્વીકાર કર્યો કે તેની ટીમ સ્થિતિનો સંપૂર્ણ રીતે ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી, જ્યારે ઈંગ્લેન્ડે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
તેણે કહ્યું, તમને ખ્યાલ છે કે આ શ્રેણીમાં અમે હંમેશા પાછળ નથી રહ્યાં અને આ શ્રેણીમાં અમે વાપસી કરી હતી. અમે આ શ્રેણીને તે રીતે નથી જોઈ રહ્યાં જ્યાં અમને લાગે કે અમે વિદેશી સ્થિતિમાં ન રમી શકીએ. પરંતુ અમે મહત્વપૂર્ણ ક્ષણને અમારી તરફેણમાં કરવામાં અસફળ રહ્યાં હતા.
કોહલીએ કહ્યું, અમારૂ લક્ષ્ય શ્રેણી જીતવાનું હતું, કોઈ એક ટેસ્ટ જીતીને ખુશ થતું નથી. શ્રેણીના પરિણામથી અમે ખુશ નથી. પરંતુ અમે દરેક મેચમાં જીતની ઈચ્છા સાથે રમ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે