નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગના 37મો મેચ દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ફિરોઝશાહ કોટલામાં રમાયો હતો. દિલ્હીની બેટિંગ દરમિયા પંજાબના બોલર મુરૂગન અશ્વિને એવો વિચિત્ર નો બોલ ફેંક્યો જે લગભગ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ કોઈ બોલરે ફેંક્યો હોય.
શનિવારે મહેમાન કિંગ્સ ઈલેવન પંજાબે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરોમાં 163 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પૃથ્વી શો આઉટ થયા બાદ શ્રેયર અય્યર બેટિંગ કરવા આવ્યો હતો. ઈનિંગની આઠમી ઓવરમાં મુરૂગન અશ્વિન બોલિંગ કરવા આવ્યો હતો. પોતાની બોલિંગમાં વધુ પ્રયોગ કરવાના પ્રયાસમાં મુરૂગન અશ્વિનના હાથમાંથી બોલ છુટી ગયો હતો. જેથી બેટિંગ કરી રહેલ અય્યર શોટ મારવાના પ્રયાસમાં આગળ વધ્યો અને બોલને દૂર જતો જોઈને ફરી ક્રિઝમાં આવી ગયો હતો. સામાન્ય રીતે આ પ્રકારનો બોલ ડેડ બોલ જાહેર કરવામાં આવે છે પરંતુ આ વખતે અમ્પાયરનો નિર્ણય ચોંકાવનારો હતો. અમ્પાયરે આ બોલને નો-બોલ આપ્યો. આ નિર્ણયથી તમામ ચોંકી ગયા હતા. કેપ્ટન આર અશ્વિન અને બોલર મુરૂગન અશ્વિનને અમ્પાયરે પોતાના નિર્ણયનું સ્પષ્ટીકરણ આપ્યું અને ફ્રી હિટનો ઈશારો કર્યો હતો. પરંતુ ફ્રી હિટ પર અય્યર મોટો શોટ લગાવવામાં અસફળ રહ્યો હતો.
What kind of NO-Ball was that? https://t.co/1GujqAgJIA
— amit kumar (@amitkum66253697) April 21, 2019
આ પહેલા દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને કિંગ્સ ઈલેવન પંજાબને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યં હતું. ક્રિસ ગેલના તોફાની 69 રનની મદદથી પંજાબે 163 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કેપ્ટન અય્યરના અણનમ 58 રન અને ધવનના 56 રનની મદદથી દિલ્હીએ આ મેચ પાંચ વિકેટે પોતાના નામે કરી લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે