Home> Sports
Advertisement
Prev
Next

16 વર્ષની શેફાલી વર્માની મોટી છલાંગ, મહિલા T20માં બની નંબર-1 બેટ્સમેન


હાલ ચાલી રહેલા મહિલા ટી20 વિશ્વકપમાં અત્યાર સુધી શેફાલીએ આક્રમક બેટિંગ કરી છે. 16 વર્ષની સનસની શેફાલી વર્માએ પોતાના બેટથી ધૂમ મચાવી છે. 

16 વર્ષની શેફાલી વર્માની મોટી છલાંગ, મહિલા T20માં બની નંબર-1 બેટ્સમેન

દુબઈઃ 16 વર્ષની શેફાલી વર્માએ પોતાના બેટથી ધૂમ મચાવી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા મહિલા ટી20 વિશ્વકપમાં અત્યાર સુધી શેફાલીએ જે રીતે બેટ ચલાવ્યું છે બધા ચોંકી ગયા છે. શેફાલીની તોફાની શરૂઆતથી ભારતીય ટીમને લગભગ દરેક મેચમાં ફાયદો પહોંચ્યો છે. તેના કારણે ટીમ ઈન્ડિયા પ્રથમવાર ફાઇનલ પરફ ડગલું માંડવા તૈયાર છે. 

fallbacks

સેમિફાઇનલમાં ગુરૂવારે ટીમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે, પરંતુ તેના એક દિવસ પહેલા ભારતીય પ્રશંસકો માટે ખુશખબર આવી છે. શેફાલી મહિલા ટી20ની નંબર-1 બેટ્સમેન બની ગઈ છે. બુધવારે આઈસીસી દ્વારા જારી બેટ્સમેનોના રેન્કિંગમાં 19 સ્થાનોની છલાંગ લગાવી છે અને તે ટોપ પર પહોંચી છે. 

માત્ર 18 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલી શેફાલી મહિલા ટી20 વિશ્વકપમાં અત્યાર સુધી 47, 46, 39 અને 29 રનની આક્રમક ઈનિંગ રમી ચુકી છે. આ દરમિયાન તે સતત બે વખત પ્લેયર ઓફ ધ મેચ પણ રહી છે. 

ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા 761 પોઈન્ટની સાથે ટોપ પર છે, તે 19 સ્થાનની છલાંગ લગાવવામાં સફળ રહી છે. ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સ એક સ્થાનના નુકસાન સાથે બીજા સ્થાને છે. તેના ખાતામાં 750 પોઈન્ટ છે. સૂઝી ઓક્ટોબર 2018થી નંબર-1 પર હતી, જ્યારે તેણે વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન સ્ટેફની ટેલરથી આ સ્થાન છીનવ્યું હતું. 

મિતાલી બાદ શેફાલીએ કરી કમાલ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ ગુરૂવારે રમાવાની છે. શેફાલી હાલ ટૂર્નામેન્ટમાં 4 ઈનિંગમાં 161 રન બનાવી ચુકી છે. આઈસીસીના નિવેદન અનુસાર શેફાલી મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેનના રેન્કિંગમાં ટોપ પર જગ્યા બનાવનાર મિતાલી રાજ બાદ બીજી ભારતીય બેટ્સમેન છે. 

બીજીતરફ સ્મૃતિ મંધાનાને બે સ્થાનનું નુકસાન થયું છે અને તે છઠ્ઠા સ્થાન પર ખસી ગઈ છે. શેફાલી અને ઈંગ્લેન્ડની સ્પિનર સોફી એકલેસ્ટોન ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં ટોચ રેન્કિંગ વાળી ક્રમશઃ બેટ્સમેન અને બોલરના રૂપમાં ઉતરશે. ભારતીય બોલરોમાં પૂનમ યાદવ ચાર સ્થાનના ફાયદાથી આઠમાં સ્થાને પહોંચી ગઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More