Home> Sports
Advertisement
Prev
Next

Vinesh Phogat: વિનેશ ફોગાટે નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો? ભવિષ્યને લઈને કહી આ વાત

Paris Olympics 2024: વિનેશ ફોગાટે કહ્યું કે જો પેરિસ ઓલિમ્પિક પછી આવા સંજોગો ઉભા ન થયા હોત તો મેં કુસ્તીને અલવિદા ન કહ્યું હોત, પરંતુ 2032 સુધી કુસ્તી ચાલુ રાખી હોત.

Vinesh Phogat: વિનેશ ફોગાટે નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો? ભવિષ્યને લઈને કહી આ વાત

Vinesh Phogat Post: પેરિસ ઓલિમ્પિકમાં મેડલ ચૂકી જનારી વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાની ભાવના વ્યક્ત કરી છે. ભારતીય રેસલરે 3 પેજનો લેટર શેર કરી પોતાની વાત રાખી છે. વિનેશ ફોગાટે કહ્યું કે પેરિસ ઓલિમ્પિક બાદ જો આવા સંજોગો ઉભા ન થાત તો હું રેસલિંગને અલવિદા ન હકત. પરંતુ પેરિસ ઓલિમ્પિક બાદ જે પ્રકારના સંજોગો બન્યા એટલે રેસલિંગને અલવિદા કહેવું પડ્યું. તો શું આ લેટર દ્વારા વિનેશ ફોગાટે નિવૃત્તિથી યૂ-ટર્નનો સંકેત આપ્યો છે?

fallbacks

વિનેશ ફોગાટે આગળ લખ્યું કે બની શકે કે અલગ-અલગ પરિસ્થિતિઓમાં ખુદને 2032 સુધી રમતી જોઈ શકું. કારણ કે મારી અંદર લડાઈ અને કુશ્તી હંમેશા રહેશે. હું ભવિષ્યવાણી ન કરી શકું કે ભવિષ્યમાં મારા માટે શું થશે. ભારતીય રેસલરે આગળ લખ્યું કે મારી ટીમ, મારા સાથી ભારતીયો અને મારા પરિવારને તેમ લાગે છે કે જે લક્ષ્ય માટે આપણે કામ કરી રહ્યાં હતા અને જેને હાસિલ કરવાની યોજના બનાવી હતી તે અધૂરી છે. કોઈને કોઈ કમી હંમેશા રહી શકે છે અને વસ્તુ ફરી ક્યારેય પહેલા જેવી ન થઈ શકે.

મહત્વનું છે કે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટ મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. હકીકતમાં વિનેશ ફોગાટે ફાઈનલમાં પહોંચવા છતાં મેડલથી હાથ ધોવા પડ્યા હતા. વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ ભારવર્ગની ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ આવતા તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ વિનેશ ફોગાટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ પહોંચી, પરંતુ ત્યાં તેણે નિરાશ થવું પડ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More