નવી દિલ્હી : ઇંગ્લેન્ડના પ્રવાસમાં ટી-20 અને વન-ડે સિરિઝ રમ્યા પછી મહેન્દ્ર સિંહ ધોની હાલમાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરી રહ્યો છે. 2014માં ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લઈ લેનાર ધોની હાલમાં ક્રિકેટથી દૂર છે અને 15 સપ્ટેમ્બરથી એશિયા કપમાં ભાગ લઈને ફરીથી એક્શનવમાં આવશે. આ બ્રેક દરમિયાન ધોનીએ પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કર્યો છે અને સાથેસાથે કેટલીક એડનું શૂટિંગ પણ કર્યું છે.
આ પરિસ્થિતિમાં હાલમાં સોશિયલ મીડિયામાં ધોનીના ડાન્સનો એક વીડિયો બહુ વાઇરલ થયો છે. ડાન્સ ફ્લોરથી દૂર રહેનારો ધોની આ વીડિયોમાં 'The Floss' ડાન્સ કરતો જોવા મળે છે. આ ફ્લોસ ડાન્સ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને અનેક સેલિબ્રિટી એ ટ્રાઇ કરી રહ્યા છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ પણ આ ડાન્સ પર હાથ અજમાવ્યો હતો અને એને પર્ફેક્ટ રીતે ન્યાય આપ્યો છે. ધોનીનો આ સ્પેશિયલ ડાન્સ જોયા પછી ચાહકો તો એમ જ કહે છે કે માહી, કંઈ પણ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે