નવી દિલ્હી : ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝીવા પોતાના પિતાથી પણ મોટી સ્ટાર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર ઝીવાના વીડિયો વાઇરલ બની રહ્યા છે. ઝીવા અવારનવાર પોતાના ક્યુટ વીડિયોથી બધાના દિલ જીતી લે છે. હાલમાં સોશિયલ મીડિયા પર ઝીવાનો એક વીડિયો ફરીવાર વાઇરલ બન્યો છે. આ વીડિયો થોડો જુનો છે પણ અંદાજ નવો છે.
આ વીડિયોમાં ઝીવા બહુ માસુમ અંદાજમાં કહે છે કે હું દોડી નથી શકતી કારણ કે મારા પગમાં દુખે છે. આ વીડિયો ધોનીના રાંચીના ફાર્મહાઉસ 'કૈલાશપતિ'નો છે. અહીં ઝીવા તેની મમ્મી સાક્ષી સાથે છે અને આ વીડિયો તેની મમ્મીએ જ બનાવ્યો છે. આઇપીએલ 2018 દરમિયાન ઝીવાની નટખટ અદાઓના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. ઝીવા પણ પોતાના પિતા ધોનીની જેમ જ બહુ ફ્રેન્ડલી છે.
ઝીવા તો ક્રિકેટર ધોનીનો જીવ છે. તે પિતાને ટેન્શન ફ્રી રહેવામાં પણ બહુ મદદ કરે છે. ધોનીની દીકરી ઝીવા આ વર્ષે આઇપીએલ મેચો દરમિયાન પોતાની માતા સાક્ષી સાથે નિયમિત રીતે સ્ટેડિયમમાં હાજર રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે