Home> Sports
Advertisement
Prev
Next

વાયરલ વીડિયોઃ રોહિત શર્મા ચાલુ મેચમાં થયો ગુસ્સે અને પુજારાને આપી દીધી ગાળ

25મી ઓવરના બીજા બોલે રોહિત સ્ટ્રાઈક પર હતો અને એક રન લેવા માગતો હતો, પરંતુ પુજારાએ તેને ક્રીઝ પર પાછો મોકલી દીધો હતો. ત્યાર પછી રોહિતે પોતાના ગુસ્સા પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પુજારાને ગાળ આપી દીધી હતી. 
 

વાયરલ વીડિયોઃ રોહિત શર્મા ચાલુ મેચમાં થયો ગુસ્સે અને પુજારાને આપી દીધી ગાળ

વિશાખાપટ્ટનમઃ રોહિત શર્માની વિક્રમી સદીના પગલે ભારતે પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાને 395 રનનું વિશાળ લક્ષ્ય આપ્યું છે. જેવા જવાબમાં મહેમાન ટીમ સારી શરૂઆત કરી શકી નથી. ચોથા દિવસે રમત પુરી થતાં સુધીમાં દક્ષિણ આફ્રિકાએ પોતાની બીજી ઈનિંગ્સમાં એક વિકેટ ગુમાવીને 11 રન બનાવી લીધા છે. ઓછા પ્રકાશના કારણે સમય પહેલા જ રમત બંધ કરી દેવાઈ હતી. જોકે, આજનો દિવસ રોહિતના નામે રહ્યું પરંતુ તે એક મોટી ભુલ પણ કરી બેઠો હતો. 

fallbacks

રોહિત શર્માએ બનાવ્યો એક ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મેચના ચોથા દિવસે હિટમેન રોહિત શર્મા સામે છેડે ઊભેલા ચેતેશ્વર પુજારાને ગાળ આપતો સંભળાઈ રહ્યો છે. સ્ટમ્પના માઈકમાં રોહિતનો અવાજ કેદ થઈ ગયો હતો. આ ઘટના 25મી ઓવરની છે. ભારતનો સ્કોર એક વિકેટે 61 રન હતો. પુજારા 58 બોલમાં 8 રન, જ્યારે રોહિત 46 રન સાથે ક્રીઝ પર હતો. 25મી ઓવરના બીજા બોલે રોહિત સ્ટ્રાઈક પર હતો અને એક રન લેવા માગતો હતો, પરંતુ પુજારાએ તેને ક્રીઝ પર પાછો મોકલી દીધો હતો. ત્યાર પછી રોહિતે પોતાના ગુસ્સા પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પુજારાને ગાળ આપી દીધી હતી. 

હિટમેન રોહિત શર્માની વધુ એક કમાલ, એક મેચમાં બે સદી ફટકારનારો છઠ્ઠો ભારતીય બન્યો

આ ઘટનાની ક્લીપ અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. ઈંગ્લેન્ડના ઓલ રાઉન્ટર બેન સ્ટોક્સે તેનેટ્વીટ કરતા રોહિત શર્માને ટ્રોલ કર્યો છે. બેન સ્ટોક્સે ટ્વીટ કરીને લખ્યું છે કે, "આ વખતે વિરાટ નહીં, રોહિત... જો તમે સમજી ગયા હોવ તો...""

'હિટમેન' રોહિતે હાંસલ કર્યું નવું સિમાચિન્હ, હવે કરી બ્રેડમેનના રેકોર્ડની બરાબરી

fallbacks

રોહિતે બનાવ્યા બે રેકોર્ડ
રોહિતે પ્રથમ ઈનિંગ્સ પછી બીજી ઈનિંગ્સમાં પણ સદી ફટકારીને પોતાના નામે એક નવો રેકોર્ડ સામેલ કર્યો છે. આથી, રોહિતે માત્ર 133 બોલમાં સદી ફટકારી દીધી હતી. તે 149 બોલમાં 127 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારનારો છઠ્ઠો ભારતીય ક્રિકેટર બન્યો છે. રોહિતથી પહેલા વિજય હજારે (Vijay Hazare), સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar), રાહુલ દ્રવિડ (Rahul Dravid), અજિંક્ય રહાણે (Ajinkya Rahane) અને વિરાટ કોહલી (Virat Kohli) આ ઉપલબ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. આ ઉપરાંત રોહિત એક ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે આ ટેસ્ટમાં બંને ઈનિંગ્સમાં મળીને કુલ 13 છગ્ગા ફટકાર્યા હતા. 

ક્રિકેટઃ ટી20 પછી આવી રહ્યું છે 100 બોલ ફોર્મેટ, બદલાઈ જશે સંપૂર્ણ ખેલ, જાણો 10 નિયમ

જુઓ LIVE TV.... 

ક્રિકેટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More