Home> Sports
Advertisement
Prev
Next

વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ, વનડેમાં બની ગયો 'નંબર-1'

Most Catches as Fielder for India in ODIs: ભારતીય સુપરસ્ટાર વિરાટ કોહલી રેકોર્ડ તોડવા માટે પ્રખ્યાત છે. હવે તેમણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ODI ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ કેચ કરનાર ફિલ્ડર બની ગયો છે.

વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ, વનડેમાં બની ગયો 'નંબર-1'

Most Catches as Fielder for India in ODIs: ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈ-પ્રોફાઈલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 241 રન બનાવ્યા છે. ભારતને જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો છે. ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ કેચ લેનાર ફિલ્ડર બની ગયો છે. વિરાટે આ રેકોર્ડ પાકિસ્તાન વિરુદ્ધ રવિવારે (23 ફેબ્રુઆરી) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બનાવ્યો હતો. તેમણે પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

fallbacks

દિગ્ગજો કરતા વિરાટ આગળ
કોહલીએ 157મો કેચ લેતા જ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધો હતો. વિરાટ કોહલીના નામે હવે કુલ 158 કેચ છે. આ યાદીમાં તેના પછી ભારતીય મોહમ્મદ અઝહરુદ્દીન (156), સચિન તેંડુલકર (140), રાહુલ દ્રવિડ (124) અને સુરેશ રૈના (102) છે.

આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!

હવે માત્ર જયવર્દને અને પોન્ટિંગથી પાછળ
વિરાટ હવે ફિલ્ડર તરીકે વનડેમાં સૌથી વધુ કેચ કરવાના મામલામાં શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને (218) અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ (160)થી પાછળ છે. વિરાટે આ મેચમાં બે કેચ પકડ્યા અને આ રીતે તેનો આંકડો 158 પર પહોંચી ગયો છે.

નસીમ અને ખુશદિલનો કર્યો કેચ
કોહલીએ પાકિસ્તાનની ઈનિંગની 47મી ઓવરમાં નસીમ શાહનો કેચ કરીને આ રેકોર્ડ તોડ્યો હતો. કુલદીપ યાદવના બોલ પર નસીમ શાહે લોંગ ઓન આઉટ કર્યો હતો. તેણે ભૂલથી આ શોટ રમ્યો હતો, પરંતુ વિરાટે કોઈ ભૂલ કરી ન હતી. તેમણે શાનદાર કેચ કર્યો હતો. આ પછી વિરાટે હર્ષિત રાણાના બોલ પર ખુશદિલ શાહનો કેચ પણ લીધો હતો. ખુશદિલ આઉટ થતાં જ પાકિસ્તાનની ટીમ 241 રનમાં સમેટાઈ ગઈ હતી.

SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક

ODIમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ કરનાર ભારતીય
158 - વિરાટ કોહલી (299 મેચ)
156 - મોહમ્મદ અઝહરુદ્દીન (334 મેચ)
140 - સચિન તેંડુલકર (463 મેચ)
124 - રાહુલ દ્રવિડ (344 મેચ)
102 - સુરેશ રૈના (226 મેચ)

આ બોલીવુડ સ્ટાર, જેણે 21 વર્ષની કરિયરમાં માત્ર 5 ફિલ્મો આપી, એકપણ 1 સોલો હિટ નહીં

ODIમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ કરનાર ખેલાડી
218 - મહેલા જયવર્દને (448 મેચ)
160 - રિકી પોન્ટિંગ (375 મેચ)
158 - વિરાટ કોહલી (299 મેચ)
156 - મોહમ્મદ અઝહરુદ્દીન (334 મેચ)
142 - રોસ ટેલર (236 મેચ).

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More