Virat Kohli Education : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, જેને વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક ગણવામાં આવે છે, તેણે આજે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વિરાટના શિક્ષણની વાત કરીએ તો તેણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેનો જન્મ 5 નવેમ્બર, 1988ના રોજ દિલ્હીમાં થયો હતો.
વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય...ટેસ્ટ ક્રિકેટમાંથી કરી નિવૃત્તિની જાહેરાત
વિરાટે પોતાનું સ્કૂલિંગ દિલ્હીની વિશાલ ભારતી પબ્લિક સ્કૂલથી શરૂ કર્યું હતું. ક્રિકેટ પ્રત્યેનો તેનો જુસ્સો જોઈને, તેણે નવમા ધોરણમાં સેવિયર કોન્વેન્ટ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો જેથી તે તેના ક્રિકેટ કોચિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે.
ભલે વિરાટ અભ્યાસમાં પણ સારો હતો, પરંતુ તેની પ્રતિભા અને ક્રિકેટ પ્રત્યેના જુસ્સાએ તેને નાની ઉંમરે જ ઓળખ અપાવી દીધી. તેણે અંડર-19 સ્તરે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું અને 2008માં અંડર-19 વર્લ્ડ કપમાં ટીમને વિજય અપાવ્યો. આ સફળતા પછી તેણે સંપૂર્ણપણે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું અને પોતાનો અભ્યાસ છોડી દીધો.
વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ
વિરાટ કોહલીએ ઘણી વાર કહ્યું છે કે તેના પરિવારે તેને ક્યારેય ક્રિકેટ રમવાથી રોક્યો નથી, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે તે સારું શિક્ષણ પણ મેળવે. જોકે, નાની ઉંમરે રાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળવાને કારણે, વિરાટે ક્રિકેટને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું અને આજે તે વિશ્વના સૌથી સફળ ક્રિકેટરોમાંનો એક છે. તેની કહાની દર્શાવે છે કે ટ્રેડિશનલ શિક્ષણ પૂરું ના કર્યું હોય તો પણ ઉત્સાહ અને સખત મહેનતથી કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે.
આ રીતે થઈ શરૂઆત
વિરાટ કોહલીએ 18 વર્ષની ઉંમરે દિલ્હી માટે પોતાની પહેલી મેચ તમિલનાડુ સામે રમી હતી જેમાં તેણે 10 રન બનાવ્યા હતા. જુલાઈ 2006માં તેણે ઇંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય અંડર-19 ટીમ માટે ડેબ્યૂ કર્યું. ભારતે વનડે અને ટેસ્ટ શ્રેણી બંને જીતી લીધી. તે પછીના વર્ષે કોહલીએ T20માં પ્રવેશ કર્યો અને 179 રન સાથે આંતર-રાજ્ય T20 ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે