Home> Sports
Advertisement
Prev
Next

16મી ઓવરના ચોથા બોલ પર એવું તે શું થયું કે કેપ્ટન પર ગુસ્સે થયો વિરાટ કોહલી, જુઓ Video

Virat Kohli : પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન RCBના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી તેના કેપ્ટન રજત પાટીદાર પર ગુસ્સે થયો હતો. આ ઘટના 16મી ઓવરમાં બની હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, રજત પાટીદારે એવી તે શું ભૂલ કરી કે કોહલી ગુસ્સે થયો હતો. 

16મી ઓવરના ચોથા બોલ પર એવું તે શું થયું કે કેપ્ટન પર ગુસ્સે થયો વિરાટ કોહલી, જુઓ Video

Virat Kohli : વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 37મી મેચમાં RCB માટે 73 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં વિરાટ કોહલીએ 54 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેણે 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. તેની દમદાર ઇનિંગ્સના કારણે આરસીબીએ 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ટોસ હાર્યા બાદ પંજાબ કિંગ્સની ટીમે પ્રથમ બેટિંગ કરીને 157 રન બનાવ્યા હતા.

fallbacks

જવાબમાં આરસીબીની શરૂઆત સારી રહી નહોતી. ઓપનર ફિલ સોલ્ટ સસ્તામાં આઉટ થયો હતો, પરંતુ તે પછી વિરાટ કોહલીએ દેવદત્ત પડિકલ સાથે મળીને ઈનિંગને સંભાળી હતી. આ દરમિયાન બેટિંગ કરતી વખતે વિરાટ કોહલી પોતાના જ કેપ્ટન રજત પાટીદાર પર ઘણો ગુસ્સે થયો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પ્રેક્ટિસ દરમિયાન MS ધોની થયો ગુસ્સે, મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીને બેટથી મારવા દોડ્યો!

વિરાટ કોહલી રન આઉટ થતા બચાવ્યો હતો

તમને જણાવી દઈએ કે આ ઘટના ઈનિંગની 16મી ઓવરના ચોથા બોલ પર બની હતી. આ બોલ પર વિરાટ કોહલીએ અર્શદીપ સિંહ સામે હળવા હાથે શોટ રમ્યો અને ઝડપથી રન લેવા દોડ્યો. આ દરમિયાન ફિલ્ડરો થોડા ધીમા દેખાયા. આવી સ્થિતિમાં કોહલીએ તરત જ બીજો રન માટે કોલ કર્યો હતો. વિરાટ કોહલીએ કોલ કરતાની સાથે જ તે બીજા રન માટે દોડ્યો હતો, પરંતુ રજત પાટીદાર આ રન લેવા માંગતો નહોતો. 

 

વિરાટ કોહલીએ બીજો રન ઝડપથી પૂરો કર્યો, પરંતુ રજત પાટીદારે માંડ માંડ બીજો રન પુરો કર્યો હતો. આ જ કારણ છે કે વિરાટ કોહલી જાહેરમાં રજત પાટીદાર પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. આ દરમિયાન પાટીદાર પણ થોડો નિરાશ થયો કારણ કે જે સ્થિતિમાં વિરાટ કોહલીએ ચુસ્ત બે રન લીધા હતા તે સમયે આરસીબીને તેની જરૂર નહોતી. આ કારણે કોહલીના આ વર્તનથી પાટીદાર પણ નાખુશ દેખાતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More