Virat Kohli : શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. દિવસ દરમિયાન શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો જેના કારણે ટોસ થઈ શક્યો નહોતો. આ મેચ રદ થતાં જ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતાની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ. આરસીબીની પ્લેઓફમાં પહોંચવાની આશા વધુ મજબૂત બની છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને લશ્કરી સંઘર્ષને કારણે 8 મેના રોજ સ્થગિત કરાયેલી IPL આ મેચ સાથે ફરી શરૂ થઈ રહી હતી, પરંતુ દર્શકો નિરાશ થયા હતા. જોકે, હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે શુક્રવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન રન મશીન વિરાટ કોહલીએ RCB ટીમ સોન્ગ બંધ કરી દીધું હતું.
IPL 2025: 58 મેચ બાદ પણ પ્લેઓફમાં નથી પહોંચી કોઈ ટીમ, જોવા મળ્યા અજબ-ગજબ સમીકરણ
વિરાટ કોહલીએ RCB ટીમ સોન્ગ કેમ બંધ કરાવ્યું ?
શુક્રવારે ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં RCB સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાજર હતો. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ અપલોડ કર્યો જેમાં કોહલી કેટલાક શાનદાર શોટ રમતા જોવા મળી રહ્યો છે. હવે ક્રિકબઝના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોહલી પ્રેક્ટિસ કરતી વખતે સ્થળ પર વાગતા સાઉન્ડ સિસ્ટમથી નાખુશ હતો. આના કારણે કોહલી ગુસ્સે થયો હતો અને મેદાન પર વાગતું સંગીત બંધ કરવું પડ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
"શુક્રવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીના પ્રેક્ટિસ સેશનના લગભગ દોઢ કલાક પછી વિરાટ કોહલી બેટિંગ ગ્રુપમાં જોડાયો," અહેવાલમાં જણાવાયું છે. કેટલાક બેસ્ટ સ્ટ્રેટ ડ્રાઇવ અને પુલ શોટ પછી રમતમાં થોડો વિરામ આવ્યો. ત્યારે ખુશ નહોતો. જ્યારે તેણે પ્રેક્ટિસ પીચમાં એન્ટ્રી કરી ત્યારે ખાલી સ્ટેડિયમમાં RCB ટીમનું સોન્ગ જોરથી વાગી રહ્યું હતું. તેણે આસપાસના ઘણા લોકો સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી, જેના પછી સાઉન્ડ સિસ્ટમ બંધ કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે