Home> Sports
Advertisement
Prev
Next

Virat kohli માટે ચોથી ટેસ્ટ પહેલાં આવ્યા ખરાબ સમાચાર, રોહિતની થઇ ગઇ બલ્લે-બલ્લે

ઇગ્લેંડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જ્યારે તેમની સાથે ખેલાડી અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની બલ્લે-બલ્લે થઇ ગઇ છે.

Virat kohli  માટે ચોથી ટેસ્ટ પહેલાં આવ્યા ખરાબ સમાચાર, રોહિતની થઇ ગઇ બલ્લે-બલ્લે

લંડન: ઇગ્લેંડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જ્યારે તેમની સાથે ખેલાડી અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની બલ્લે-બલ્લે થઇ ગઇ છે. જોકે વિરાટ કોહલીને ઇંગ્લેંડ વિરૂદ્ધ હાલની ટેસ્ટ સીરીઝમાં નબળા પ્રદર્શનના લીધે મોટું નુકસાન થયું છે. વર્લ્ડ ક્રિકેટના ઘાકડ બેટ્સમેન વિરાટ કોહલી પોતાના ખરાબ પ્રદર્શનના લીધે હવે ટેસ્ટ રેકિંગ (ICC Test Ranking) માં નંબર પર સરકી ગયો છે. 

fallbacks

કોહલી માટે ખરાબ સમાચાર
કમાલની વાત એ રહી છે કે જે રોહિત શર્માને પહેલાં  ટેસ્ટના સારા ખેલાડી ગણવામાં આવતા ન હતા. તેમણે મોટો ઉલટફેર કરતાં વિરાટ કોહલી જેવા ધુરંધર ટેસ્ટ બેટ્સમેનને ટેસ્ટ રેકિંગમાં પછાડી દીધા છે. હવે રોહિત શર્મા દુનિયાના નંબર 5  રેકિંગવાળા ટેસ્ટ બેટ્સમેન બની ગયા છે. 'હિટમેન' રોહિત શર્મા શનદાર ફોર્મમાં છે. રોહિત શર્મા ઇંગ્લેંડની સ્થિતિમાં સારી બેટીંગ કરી રહ્યા છે. 

Changes from 1 September: 1 સપ્ટેમ્બરથી થઇ રહ્યા છે મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, ફટાફટ ચેક કરો ડિટેલ

રોહિતની થઇ ગઇ બલ્લે બલ્લે
આઇસીસી ટેસ્ટ રેકિંગની વાત કરીએ તો ઇગ્લેંડના કેપ્ટન નો રૂટ 916 રેટિંગ પોઇન્ટ્સ લઇને દુનિયાના નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બની ગયા છે. ટેસ્ટ રેકિંગમાં બેસ્ટ બેસ્ટમેનોની યાદીમાં જો રૂટ બાદ ન્યૂઝિલેંડના કેપ્ટન કેન વિલિયમ્સન (901) ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (891) અને માર્નાસ લાબુશેન (878) નું નામ આવે છે. રોહિત શર્મા જે નંબર 5 પર છે, તેમના 773 રેટિંગ પોઇન્ટ્સ અને નંબર 6 પર કાબિજ વિરાટ કોહલીના 766 રેટિંગ પોઇન્ટ્સ છે. 

જો રૂટ રેકિંગમાં ટોપ પર
ભારતના વિરૂદ્ધ ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરવાના દમ પર ઇગ્લેંડના કેપ્ટન જો રૂટ રેકિંગમાં ટોપ પર આવી ગયા. રૂટે નોર્ટિંઘમ, લોર્ડ્સ અને લીડ્સમાં થયેલા ટેસ્ટ મુકાબલામાં સદી ફટકારી અને તેમની એગ્રિગેટ 507 રન છે. આ પ્રદર્શનના દમ પર રૂટ ન્યૂઝિલેંડના કેપ્ટન કેન વિલિયમ્સનને માત આપી નંબર 1 બેટ્સમેન બની ગયા છે.  

જેમ્સ એંડરસન પાંચમા નંબરના બોલર
ભારતના વિરૂદ્ધ સીરીઝ શરૂ થતાં પહેલાં રૂટ પાંચમા સ્થાન પર હતા, પરંતુ તેમણે હવે ટોચના સ્થાન પર કબજો જમાવી લીધો છે. રૂટ ઉપરાંત જોની બેયરસ્ટો પાંચમા સ્થાનમાં સુધારા સાથે 24મા અને ડેવિડ મલાન 88મા સ્થાન પર આવી ગયા છે. બોલરોની રેકિંગમાં ઇંગ્લેંડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન એક સ્થાનના સુધારા સાથે પાંચમા સ્થાને જ્યારે ત્રીજી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલા ઓલી રોબિન્સ 36મા અને ક્રેગ ઓવરટોન 73મા નંબર પર આવી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More