Virat Kohli : વિરાટ કોહલી હાલ IPL 2025માં ધૂમ મચાવી રહ્યો છે. આ દરમિયાન કોહલી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેણે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પુમા સાથે 8 વર્ષનો કરાર પૂર્ણ કર્યો છે. કોહલીએ કરોડોની ઓફર ફગાવીને નવી શરૂઆત કરી છે. વિરાટ કોહલીએ ડોમેસ્ટિક સ્પોર્ટસવેર કંપની એજીલિટાસમાં રોકાણ કર્યું છે.
અભિષેક શર્માએ સિક્રેટ ચિઠ્ઠીમાં લખી દિલની વાત...મેચ બાદ ટ્રેવિસ હેડે ખોલ્યું રહસ્ય
300 કરોડની ઓફર ફગાવી
મીડિયા અહેવાલ મુજબ કોહલી હવે સ્પોર્ટસવેર કંપનીનો કો-પ્રોડ્યુસર બની ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની ટોપના ભારતીય ક્રિકેટરની લોકપ્રિયતાનો લાભ લઈને વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે. કોહલીએ તાજેતરમાં પુમા સાથે તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 8 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ કર્યો છે. અહેવાલો અનુસાર, તેણે પુમા સાથે ફરીથી કરાર કરવા માટે રૂપિયા 300 કરોડની ઓફરને નકારી કાઢી હતી.
અભિષેક શર્મા 28 રન પર જ આઉટ થયો હતો...પછી અમ્પાયરના એક નિર્ણયે પલટી મેચ
તેના બદલે તેણે એજિલિટાસમાં રોકાણ કરવાનું અને ફર્મમાં હિસ્સો જાળવી રાખવાનું નક્કી કર્યું. આ કંપનીને પુમા ઈન્ડિયા અને સાઉથ-ઈસ્ટ એશિયાના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અભિષેક ગાંગુલીનું સમર્થન છે. જો કે કોહલીએ એજીલિટાસમાં કેટલી રકમનું રોકાણ કર્યું છે તેનો ખુલાસો થયો નથી, તે મોટી રકમ હોઈ શકે છે.
Video- શિખર ધવનની નવી ગર્લફ્રેન્ડે રડતાં રડતાં કહ્યું 'મારે તમારી સાથે રહેવું છે...'
સૌથી વધુ ફેન્સ
વિરાટ કોહલીના ફેન્સ દુનિયાના ખૂણે ખૂણે છે. કોહલી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ક્રિકેટ દ્વારા કરોડોની કમાણી કરે છે. ભારતમાં સૌથી વધુ ફેન ફોલોઈંગ ધરાવતો ખેલાડી છે. હાલમાં કોહલી IPL 2025માં પોતાની ટીમ RCBને ખિતાબની નજીક લઈ જવામાં વ્યસ્ત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે