Home> Sports
Advertisement
Prev
Next

વિરાટના આ પાર્ટનરને ICC T20 World Cup માં તક ન આપીને કરી મોટી ભૂલ, ક્યાંક ભારે ન પડી જાય ટીમ ઈન્ડિયાને! 

આઈપીએલ 2021ના બીજા ફેઝના છઠ્ઠા મુકાબલામાં વિરાટ કોહલીના પાર્ટનરે પોતાનો જલવો દેખાડ્યો. આ ખેલાડી ભારતની આ મેગા ટી20 લીગમાં અગાઉ પણ ધમાલ મચાવી ચૂક્યો છે.

વિરાટના આ પાર્ટનરને ICC T20 World Cup માં તક ન આપીને કરી મોટી ભૂલ, ક્યાંક ભારે ન પડી જાય ટીમ ઈન્ડિયાને! 

નવી દિલ્હી: આઈપીએલ 2021ના બીજા ફેઝના છઠ્ઠા મુકાબલામાં વિરાટ કોહલીના પાર્ટનરે પોતાનો જલવો દેખાડ્યો. આ ખેલાડી ભારતની આ મેગા ટી20 લીગમાં અગાઉ પણ ધમાલ મચાવી ચૂક્યો છે. આમ છતાં આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માટે તેની પસંદગી થઈ નહી. 

fallbacks

આ ખેલાડીએ ગદર મચાવ્યું
દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal) એ આરસીબી તરફથી ચેન્નાઈ સુપરકિંગ્સ માટે શાનદાર બેટિંગ કરી. તેણે 50 બોલમાં 70 ન ફટકાર્યા અને કોહલી સાથે મળીને 111 રનની શાનદાર ઓપનિંગ પાર્ટનરશીપ કરી. 

વિરાટના ઓપનિંગ પાર્ટનર છે પડિક્કલ
દેવદત્ત પડિક્કલ આરસીબી ટીમ તરફથી મોટાભાગે વિરાટ કોહલી સાથે ઈનિંગની શરૂઆત કરવા માટે મેદાન પર ઉતરે છે. અત્યાર સુધીમાં રમાયેલી 23 આઈપીએલ મેચોમાં તેણે 34.54ની સરેરાશ અને 131.71ના સ્ટ્રાઈક રેટથી 760 રન બનાવ્યા છે. પડિક્કલના નામે અત્યાર સુધીમાં 1 સદી અને 6 અડધી સદી છે. આવા સારા રેકોર્ડ હોવા છતાં ગ્લોબલ ટુર્નામેન્ટમાં તેની અવગણના થવી એ અફસોસની વાત છે. 

fallbacks

વર્લ્ડ  કપ કેમ નહીં રમે પડિક્કલ?
આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્મા અને કે એલ રાહુલ ઓપનિંગ કરવાના છે. જો કે વિરાટ કોહલી પણ રોહિત સાથે ઈનિંગની શરૂઆત કરે તેવી સંભાવના છે. આવામાં દેવદત્ત પડિક્કલની જગ્યા બની શકી નહીં. 

ઓછો અનુભવ બન્યો મુસીબત
રોહિત શર્મા, વિરાટ કોહલી, અને કે એલ રાહુલને ટી20 ઈન્ટરનેશનલ મેચોનો ઘણો અનુભવ છે જ્યારે દેવદત્ત પડિક્કલે ભારત તરફથી આ ફોર્મેટમાં માત્ર 2 જ મેચો રમી ચે. આવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટને કદાચ આ પ્રકારનો રિસ્ક ઉઠાવવું યોગ્ય નહીં લાગ્યું હોય. 

fallbacks

ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કિપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુનિેશ્વર કુમાર, મોહમ્મદ શમી

સ્ટેન્ડબાય- શ્રેયસ ઐય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર
કોચ- રવિ શાસ્ત્રી
મેન્ટર0 એમ એસ ધોની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More