Home> Sports
Advertisement
Prev
Next

શું વિરાટ કોહલી ટૂંક સમયમાં નિવૃત્ત થશે? આ દિગ્ગજએ ટી20 વર્લ્ડ કપ પહેલા કરી મોટી ભવિષ્યવાણી

Michel Vaughan on Virat Kohli: વિરાટ કોહલી માટે આઈપીએલ-2024ની સીઝન શાનદાર રહી છે. તેણે 15 મેચની 15 ઈનિંગમાં 154.69ની સ્ટ્રાઇક રેટથી 741 રન ફટકાર્યા હતા.
 

શું વિરાટ કોહલી ટૂંક સમયમાં નિવૃત્ત થશે? આ દિગ્ગજએ ટી20 વર્લ્ડ કપ પહેલા કરી મોટી ભવિષ્યવાણી

ચેન્નઈઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી અત્યારે 35 વર્ષનો છે અને તે દુનિયાના સૌથી ફિટ એથલીટોમાં એક છે. વિરાટ કોહલીની ફિટનેસ જોઈને એવી શંકા થાય કે તે 18-20 વર્ષનો યુવા ખેલાડી છે. તેની ફિટનેસને જોઈને લાગે છે કે વિરાટ હજુ પાંચ વર્ષ રમી શકે છે. પરંતુ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનને આમ લાગતું નથી. વોનનું માનવું છે કે કોહલી જલ્દી ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી શકે છે. વોને કહ્યું કે, મને એમ લાગે છે કે કોહલી એક પારિવારિક વ્યક્તિ છે અને તાજેતરમાં બીજા બાળકના પિતા બન્યા બાદ તે આ વિચાર કરી શકે છે.

fallbacks

વોને ક્રિકબઝને કહ્યું- એક શાનદાર સીઝન. તમે વિરાટ કોહલીથી સંન્યાસની વાત કરી શકો છો, હું તેને તે રીતે જોઉં શું કે તે લાંબા સમય સુધી રમી શકે છે એટલો ફિટ છે. બે-ત્રણ વર્ષમાં બધુ બદલાય જાય છે અને તે બસ શાંત સમય પસાર કરવા ઈચ્છે છે. હું તેને સંપૂર્ણ રીતે સમજી ગયો છું. 

આ પણ વાંચોઃ છૂટાછેડા નહીં લે Hardik અને Natasa! પીઆર સ્ટ્રેટેજીનો ભાગ છે ડિવોર્સના સમાચાર?

પૂર્વ કેપ્ટને કહ્યું- ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝથી દૂર તે લંડનમાં હતો અને સામાન્ય જીવન પસાર કરી રહ્યો હતો. મેં તેની કેટલીક કોમેન્ટ્સ વાંચી છે અને તેને સામાન્ય જીવન પસાર કરવું પસંદ આવ્યું. મને લાગે છે કે તે વિરાટને ક્રિકેટથી દૂર લઈ જઈ શકે છે. બસ તે કેટલોક સમય શાંતિથી પસાર કરવા ઈચ્છતો હોય.

વિરાટ માટે આઈપીએલ 2024ની સીઝન શાનદાર રહી છે. તેણે 15 મેચની 15 ઈનિંગમાં 154.69ની શાનદાર સ્ટ્રાઇક રેટથી 741 રન બનાવ્યા અને તે સૌથી વધુ રન બનાવનાર બેટરોના લિસ્ટમાં નંબર એક પર છે. પરંતુ તેની ટીમ આરસીબીને એલિમિનેટર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ બહાર થઈ ગઈ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More