Home> Sports
Advertisement
Prev
Next

વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ BCCIએ આપ્યા ગુડ ન્યૂઝ, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર આવ્યું આ અપડેટ

BCCI Central Contract : વિરાટ કોહલી અને રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. હવે BCCI એ બંનેના ગ્રેડ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ BCCIની નવી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે.
 

વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ BCCIએ આપ્યા ગુડ ન્યૂઝ, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર આવ્યું આ અપડેટ

BCCI central Contract List : વિરાટ કોહલી અને રોહિત શર્માના BCCI કોન્ટ્રાક્ટ ગ્રેડ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. બંને અનુભવી ખેલાડીઓના ગ્રેડ A+ કોન્ટ્રાક્ટ ટેસ્ટમાંથી નિવૃત્તિ પછી પણ ચાલુ રહેશે.

fallbacks

BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, 'ભલે બંનેએ T-20 અને ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હોય, તેઓ હજુ પણ ભારતીય ક્રિકેટનો ભાગ છે, તેમને A+ ગ્રેડની બધી સુવિધાઓ મળશે.'

BCCIએ એપ્રિલમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ઈશાન કિશન અને શ્રેયસ ઐયર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીમાં પરત ફર્યા હતા. આ કોન્ટ્રાક્ટ લિસ્ટ 1 ઓક્ટોબર, 2024થી 30 સપ્ટેમ્બર, 2025 વચ્ચેના સમયગાળા માટે છે. આ વખતે બીસીસીઆઈએ 34 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા હતા.

આ છે પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ, 3 ટીમો પ્લેઓફમાંથી બહાર, આ 7 ટીમો પાસે હજુ પણ તક

શ્રેયસ ઐયરને ગ્રેડ-Bમાં અને ઇશાન કિશનને ગ્રેડ-Cમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ વખતે અભિષેક શર્મા, હર્ષિત રાણા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી અને નીતિશ રેડ્ડીને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યા છે. તો શાર્દુલ ઠાકુર, જીતેશ શર્મા, કેએસ ભરત, અવેશ ખાન અને નિવૃત્ત રવિચંદ્રન અશ્વિનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતા.

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડીઓની યાદી (2024-25)

ગ્રેડ A+ (4 ખેલાડી)

રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા

ગ્રેડ A (6 ખેલાડી)

મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત

ગ્રેડ B (5 ખેલાડી)

સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, શ્રેયસ ઐયર, યશસ્વી જયસ્વાલ

ગ્રેડ C (19 ખેલાડી)

રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, સરફરાઝ ખાન, આકાશ દીપ, નીતીશ રેડ્ડી, ધ્રુવ જુરેલ, વરુણ ચક્રવર્તી, ઈશાન કિશન, અભિષેક શર્મા, હર્ષિત રાણા.

BCCIના નિયમો મુજબ, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે એક સિઝનમાં 3 ટેસ્ટ મેચ અથવા 8 વનડે અથવા 10 ટી20 મેચ રમી હોય. પરંતુ આ વખતે બોર્ડે આમાં છૂટ આપી. ઉદાહરણ તરીકે હર્ષિત રાણાએ ભારત માટે બે ટેસ્ટ, પાંચ વનડે અને એક ટી20 મેચ રમી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More