Home> Sports
Advertisement
Prev
Next

કોહલીએ સ્વતંત્રતા દિવસ પર ધવન અને પંતને આપી આ ખાસ ચેલેન્જ

કોહલીએ આ સ્વતંત્રતા દિવસ પર શિખર ધવન અને રિષભ પંતને આ ખાસ ચેલેન્જ આપી છે, જેમાં તેણે નવા લુકમાં દેખાવું પડશે. 

કોહલીએ સ્વતંત્રતા દિવસ પર ધવન અને પંતને આપી આ ખાસ ચેલેન્જ

લંડનઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી જીતવાના પોતાના અભિયાનમાં લાગેલો છે. આ વચ્ચે કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે આ સ્વતંત્રતા દિવસ પર તમામ દેશવાસિઓ સહિત પોતાના સાથી ખેલાડી શિખર ધવન અને રિષભ પંતને કંઇક અલગ કરવા માટે નોમિનેટ કર્યા છે. 

fallbacks

કોહલીએ વીડિયો શેર કરતા કહ્યું કે, તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા, બાળપણમાં આ લાઇન જે મેં સાંભળી હતી તે આજે પણ મને યાદ છે, તેથી હું મારી આ વેશભૂષામાં સ્વતંત્રતા દિવસ પર આ નવા લૂકમાં જોવા માટે શિખર, રિષભ અને તમામ દેશવાસિઓને નોમિનેટ કરૂ છું. 

કોહલીએ આગળ કહ્યું, સ્વતંત્રતા દિવસ પર તમે પોતાના નવા લુકને સોશિયલ મીડિયા પર શેર કર્યો અને #Veshbhusha ને જોડવાનું ન ભૂલો. કોહલીના ફેન્સને આ વીડિઓ ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિઓને અત્યાર સુધી 10 લાખ કરતા વધુ લોકોએ જોયો છે. 

તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય કેપ્ટન કોહલી સારા ફોર્મમાં છે. બર્મિંઘમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં કોહલીએ પ્રથમ ઈનિંગમાં 149 અને બીજી ઈનિંગમાં 51 રન બનાવ્યા હતા. 

આ પ્રવાસ પર કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 6000 રન પૂરા કરવાની નજીક છે. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 67 મેચોની 114 ઈનિંગમાં 54.28ની એવરેજથી 5754 રન બનાવ્યા છે. આ શ્રેણીમાં કોહલી જો 246 રન બનાવી લેશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં 6000 રન પૂરા કરી લેશે અને 10મો ભારતીય બની જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More