Home> Sports
Advertisement
Prev
Next

IPL 2019: અમ્પાયર સાથે દલીલનો મામલો, ધોની પર બે-ત્રણ મેચનો પ્રતિબંધ લાગવો જોઈએઃ વીરૂ

આ ઘટના બાદ ચારેતરફથી ધોનીની ટીકા કરવામાં આવી હતી. ધોનીને મેચ ફીના 50 ટકાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. 
 

 IPL 2019: અમ્પાયર સાથે દલીલનો મામલો, ધોની પર બે-ત્રણ મેચનો પ્રતિબંધ લાગવો જોઈએઃ વીરૂ

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, ચેન્નઈ સુપક કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર આઈપીએલના નિયમોનો ભંગ કરવાને કારણે બેથી ત્રણ મેચોનો પ્રતિબંધ લગાવવાની જરૂર હતી. ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમાયેલા મેચમાં અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ ડગઆઉટથી મેદાન પર આવી ગયો હતો. આ કારણે ધોનીની ટીકા થઈ હતી. ધોનીને મેચ ફીના 50%નો દંડ ફટકારવામાં આવ્યો હતો. 

fallbacks

વીરૂએ કહ્યું કે, 'જો તેણે આ ભારતીય ટીમ માટે કર્યું હોત તો હું ખુબ ખુશ હોત.' મેં તેને ભારતીય ટીમની આગેવાનીના દિવસોમાં આટલો ગુસ્સામાં ક્યારેય જોયો નથી. મને લાગે છે કે તે ચેન્નઈને લઈને થોડો વધુ ભાવુક થઈ રહ્યો છે. 

તેણે કહ્યું, 'મને લાગે ચે કે જ્યારે ચેન્નઈના બે ખેલાડી મેદાન પર હતા ત્યારે તેણે મેદાન પર જવાની જરૂર નહતી.' તે બે ખેલાડીઓ પણ નો બોલને લઈને એટલા ગુસ્સામાં હતા જેટલો ધોની. તેથી મને લાગે છે કે, તેણે આ ઘટનાને જવા દેવી જોઈએ. 

પૂર્વ ઓપનિંગ બેટ્સમેને કહ્યું, આ માટે તેના પર આઈપીએલના નિયમો પ્રમાણે બેથી ત્રણ મેચનો પ્રતિબંધ લગાવવો જોઈએ જેથી એક ઉદાહરણ આપી શકાય. તેણે મેદાનની બહાર રહેવાની જરૂર હતી. 

આ મેચમાં અંતિમ ઓવરમાં બેન સ્ટોક્સ દ્વારા ફેંકવામાં આવેલા ફુલટોસને અમ્પાયરે પહેલા નો-બોલ આપ્યો હતો, પરંતુ બાદમાં લેગ અમ્પાયરને કારણે આ નિર્ણય બદલવામાં આવ્યો હતો. તેના પર મેદાનમાં બેટિંગ કરી રહેલા જાડેજા અને મિશેલ સેન્ટનર અમ્પાયરના નિર્ણયથી નાખુશ હતા. તેણે તેની ફરિયાદ પણ કરી હતી. આ વચ્ચે ધોની મેદાન પર જઈને દલીલ કરવા લાગ્યો હતો. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More