Indian Team: ટીમ ઈન્ડિયાના હાલના કોચ રાહુલ દ્રવિડની વિદાય બાદ એક મોટું અને ચોંકાવનારું અપડેટ સામે આવ્યું છે કે કોણ બનશે ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ. તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર 2023માં ભારતીય ધરતી પર યોજાનાર 2023 વર્લ્ડ કપ પછી રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ BCCI એ પહેલા જ ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચની પસંદગી કરી લીધી છે.
રાહુલ દ્રવિડની વિદાય બાદ આ દિગ્ગજ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ!
જણાવી દઈએ કે રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમના આગામી મુખ્ય કોચ હશે. ન્યૂઝ18 ક્રિકેટ નેક્સ્ટના એક અહેવાલમાં જણાવાયું છે કે તે વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે જો BCCI દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે યથાવત રાખવા અંગે વિચાર કરતી નથી, તો વીવીએસ લક્ષ્મણને આગામી મુખ્ય કોચ બનાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
આ પણ વાંચો: મોડલ જેવી દેખાય છે ડેરી ચલાવનાર આ ખેડૂત, સુંદરતા જોઇ લોકો કરી દે છે આ ડિમાન્ડ
સામે આવ્યું આ ચોંકાવનારું અપડેટ
રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં 48 વર્ષીય લક્ષ્મણને ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જૂન 2022 માં આયર્લેન્ડ વિરૂદ્ધ બાઇલેટરલ સીરીઝની સાથે સાથે ઈંગ્લેન્ડ વિરૂદ્ધની પ્રથમ T20 અને ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે ટીમ સાથે હતા. જ્યારે દ્રવિડ કોરોનાથી સંક્રમિત થયો ત્યારે તે સંયુક્ત અરબ અમીરાતમાં ટી20 એશિયા કપની 2022 સીઝન માટે પણ ભારતીય ટીમ સાથે હતો. ત્યારબાદ પોતાના વ્હાઇટ બોલ પ્રવાસ માટે ટીમના મુખ્ય કોચના રૂપમાં ન્યૂઝીલેંડની યાત્રા પણ કરી હતી. ટી20 વર્લ્ડકપ નવેમ્બર 2022 માં ખતમ થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર માટે સ્પ્લિટ કોચિંગ નહી થાય
એનસીએમાં ખેલાડીઓની આગામી પેઢીને તૈયાર કરવા ઉપરાંત, લક્ષ્મણે પોતાના સફળ 2022 વિશ્વકપ માટે પણ ભારત અંડર-19 ટીમ સાથે યાત્રા કરી હતી અને વેસ્ટઇંડીઝમાં પોતાના અભિયાન દરમિયાન યુવા ટીમ સાથે ખૂબ સક્રિય ભૂમિકા ભજવી હતી. ટીમમાં વિભાજિત કોચિંગની સંભાવના વિશે પૂછવામાં આવતા બીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અત્યાર માટે સ્પિલટ કોચિંગ નહી થાય. શું ભારતીય ક્રિકેટમાં પહેલાં આમ થયું છે?
દ્રવિડનું રિપોર્ટ કાર્ડ
જ્યારથી તેમણે નવેમ્બર 2021 માં રવિ શાસ્ત્રી સાથે મુખ્ય કોચના રૂપમાં પદભાર સંભાળ્યો છે, દ્રવિડે ભારતીય ટીમ સાથે કામ કર્યું છે. તે ટી20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં ઇગ્લેંડથી હારી ગયા અને દક્ષિણ આફ્રીકામાં ટેસ્ટ અને વનડે સીરીઝ હારવા ઉપરાંત 2022 ટી20 એશિયાકપની ફાઇનલમાં પહોંચ્યા નહી અને પાંચમી ટેસ્ટ બર્મિંધમમાં ઇગ્લેંડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: આ મોડલ છે કે ઢીંગલી, મહિને કમાઇ છે 1 કરોડથી વધુ, કરે છે આ કામ
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PMVVY:નવા વર્ષે સરકાર આપી રહી છે 72 હજાર રૂપિયા, જાણો શું છે અરજી કરવાની રીત?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે