Home> Sports
Advertisement
Prev
Next

પીસીબીએ સરફરાઝને પરત બોલાવ્યો પાકિસ્તાન, અકરમે કરી ટીકા

વસીમ અકરમે પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહમદને સાઉથ આફ્રિકાથી પરત બોલાવવા પર પીસીબીની ટીકા કરી છે. 
 

પીસીબીએ સરફરાઝને પરત બોલાવ્યો પાકિસ્તાન, અકરમે કરી ટીકા

કરાચીઃ પૂર્વ કેપ્ટન વસીમ અકરમે સરફરાઝને સાઉથ આફ્રિકાથી પરત બોલાવવાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના નિર્ણયની મંગળવારે આલોચના કરતા કહ્યું કે, તે અંતિમ ટી20 મેચમાં રમી શકે છે. 

fallbacks

આઈસીસીએ ડરબનમાં રમાયેલી સિરીઝની ત્રીજી વનડે આંતરરાષ્ટ્રીયમાં સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર એંડિલે ફેહલુકવાયો વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરવાના આરોપમાં સરફરાઝ પર ચાર મેચો માટે પ્રતિબંધ લગાવ્યો ત્યારબાદ પીસીબીએ તેને સ્વદેશ બોલાવી લીધો છે. 

અકરમે કહ્યું કે, સરફરાઝે આવા નિવેદનો આપવાથી બચવાની જરૂર હતી પરંતુ આ મામલા બાદ પાકિસ્તાન ટીમમાં તેની જગ્યાને લઈને કોઈ શંકા ન કરવી જોઈએ. 

VIDEO: રોહિત-કોહલી બાદ 'ચહલ ટીવી' પર આવ્યા લાલાજી

પાકિસ્તાનના આ દિગ્ગજ બોલરે કહ્યું, સરફરાઝને સાઉથ આફ્રિકાથી પરત બોલાવવાનો નિર્ણય અયોગ્ય છે કારણ કે તે છ ફેબ્રુઆરીથી શરૂ થનારા ત્રીજી ટી20 મેચમાં રમી શકશે. 

IPL પહેલા ડિવિલિયર્સનો ધમાકો, બની ગયો T-20નો આ વિશ્વ રેકોર્ડ

તેમણે કહ્યું, વિશ્વ કપ પહેલા ટીમે કેપ્ટન બદલવાની જરૂર નથી. આપણે લાંબા સમય સુધી આગેવાની કરનાર જોઈએ. શોએબ મહિલ અત્યારે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને તે સારૂ કરે છે. તેમણે કહ્યું કે, વિશ્વકપ બાદ તે એકદિવસીય ક્રિકેટમાંથી નિવૃત થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More