Home> Sports
Advertisement
Prev
Next

10 રણજી ફાઇનલ, 10 ટાઇટલ, જાફરનો રેકોર્ડ શાનદાર

વસીમ જાફરે પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 10 વખત રણજી ટ્રોફીની ફાઇનલ જીતી છે. તેણે મુંબઈ માટે 8 અને વિદર્ભ માટે બે ફાઇનલ રમી અને તમામમાં તેની ટીમ વિજયી બની છે. 

10 રણજી ફાઇનલ, 10 ટાઇટલ, જાફરનો રેકોર્ડ શાનદાર

નવી દિલ્હીઃ ગુરૂવારે વિદર્ભે સૌરાષ્ટ્રને 78 રનથી હરાવીને સતત બીજીવાર રણજી ટ્રોપી પર કબજો કર્યો હતો. વિદર્ભના ઓપનિંગ બેટ્સમેન વસીમ જાફરનું આ 10મું રણજી ટાઇટલ હતું. તે 10 કે તેથી વધુ રણજી ટાઇટલ જીતનાર પાંચમો ભારતીય ખેલાડી બની ગયો છે. 

fallbacks

મુંબઈના અશોક માંકડ સૌથી વધુ 12 રણજી ટ્રોફી જીતનારી ટીમમાં રહ્યાં છે. તો મુંબઈના અજીત વાડેકર (11), મનોહર હાર્દિકર (11) અને દિલીપ સરદેસાઈ (10) આ લિસ્ટમાં સામેલ છે. જાફર 10 વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચનાર ટીમનો સભ્ય રહ્યો છે અને દર વખતે તેની ટીમે ટાઇટલ જીત્યું છે. 

જાફર 1996-1997થી 2012-2013 વચ્ચે 8 વખત રણજી ટ્રોફી જીતનારી મુંબઈની ટીમનો સભ્ય હત અને હવે સતત બે વાર તેણે વિદર્ભને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સીઝનમાં તેણે 11 મેચોમાં 4 સદી ફટકારી અને 69.13ની એવરેજથી 1037 રન બનાવ્યા હતા. 

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વસીમના 252 મેચોમાં 19147 રન
આ પહેલા વિદર્ભે સૌરાષ્ટ્રને ફાઇનલમાં 78 રનથી હરાવીને સતત બીજીવાર રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. વિદર્ભે સૌરાષ્ટ્ર વિરુદ્ધ ટાઇટલ જાળવી રાખવા માટે અંતિમ દિવસે 5 વિકેટની જરૂર હતી. બીજીતરફ જીત માટે 206 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી સૌરાષ્ટ્રની ટીમને 148 રનની જરૂર હતી. વિદર્ભ તરફથી આદિત્ય સરવટેએ મેચમાં સૌથી વધુ 11 વિકેટ ઝડપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More