Home> Sports
Advertisement
Prev
Next

DC vs CSK: દિલ્હી કેપિટલ્સને હરાવ્યા બાદ ચેન્નઈએ ઉજવ્યો જાધવનો બર્થડે

ડિફેન્ડિંગ ચેમ્પિયન CSKએ આઈપીએલ-12ના પાચમાં મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું. આ મેચ પૂરો થયા બાદ ચેન્નઈના ખેલાડીઓએ કેદાર જાધવનો જન્મદિવસ ઉજવ્યો હતો. 

DC vs CSK: દિલ્હી કેપિટલ્સને હરાવ્યા બાદ ચેન્નઈએ ઉજવ્યો જાધવનો બર્થડે

નવી દિલ્હીઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાયેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનના 5માં મેચમાં મંગળવારે દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી પરાજય આપ્યો હતો. ચેન્નઈનો આ સતત બીજો વિજય છે, જ્યારે દિલ્હીએ બે મેચોમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ સમય હતો કેદાર જાધવની બર્થડે પાર્ટીનો, જેને સીએસકે ટીમે ખૂબ એન્જોય કર્યો હતો. 

fallbacks

ટીમના ટ્વીટર હેન્ડલ પર શેર વીડિયો અને તસ્વીરો આ વાતનો પૂરાવો છે. બર્થડે બોય કેદાર જાધવે કેક કાપી. આ પાર્ટીમાં ટીમના ખેલાડીઓની સાથે-સાથે કેપ્ટન એમએસ ધોની પણ સામેલ થયો. સીએસકેના ખેલાડીઓએ કેદાર જાધવના ચહેરાને કેકથી રંગી દીધો હતો. 

ઉલ્લેખનીય છે કે મેચમાં ચેન્નઈએ ટોસ હારીને પ્રથમ બોલિંગ કરતા દિલ્હીને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ પર 147 રન પર રોકી દીધું અને પછી 19.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

દિલ્હીએ આપેલા 148 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈએ 2.4 ઓવરમાં 21ના સ્કોર પર અંબાતી રાયડૂ (5)ને વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ શેન વોટસન (44) અને સુરેશ રૈના (30)એ સાથે મળીને બીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી અને ટીમને જીતની નજીક લાવ્યા હતા. ત્યારબાદ બર્થડે બોય કેદાર (27) અને કેપ્ટન ધોની (અણનમ 32)ની ઉપયોગી ઈનિંગે ટીમને જીત અપાવી દીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More