નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાની પુત્રી જીવાની સાથે વીડિયો શેર કરતો જોવા મળે છે. આ વખતે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોટસન અને સાઉથ આફ્રિકાના બોલર ઇમરાન તાહિરના બાળકોની સાથે મસ્તી કરતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમનો છે જ્યાં ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ મેચમાં શનિવાર કિંગ્સ ઈલેવન પંજાબને 22 રને પરાજય આપ્યો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે એક વીડિયો પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં ધોની પોતાની ટીમની સાથે શેન વોટસન અને ઇમરાન તાહિરના બાળકોની સાથે મસ્તી કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વોટસન અને તાહિરના પુત્રો પોત-પોતાના પિતાની સાથે વાત કરી રહ્યાં હતા ત્યારે ધોની પાછળથી દોડતો આવે છે અને બાળકોની સાથે રેસ લગાવે છે. ધોનીને દોડતો જોઈને બાળકો પણ દોડવા લાગે છે. બાદમાં ધોની તાહિરના બાળકોને તેડી લે છે.
Jr. #ParasakthiExpress and Jr. Watto having a sprint face-off and a lightning joins them! Priceless! @msdhoni #JustThalaThings #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/bIGEgedZYW
— Chennai Super Kings (@ChennaiIPL) April 6, 2019
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ધોનીની આગેવાનીવાળી ચેન્નઈની ટીમે કિંગ્સ ઈલેવન પંજાબને 22 રને પરાજય આપ્યો હતો. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટ પર 160 રન બનાવ્યા ત્યારબાદ પંજાબની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ પર 138 રન બનાવી શકી હતી. ચેન્નઈની આ 5 મેચોમાં ચોથી જીત હતી અને તેના 8 પોઈન્ટ થઈ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે