નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ઘણીવાર વિચિત્ર ઘટનાઓ બનતી જોવા મળે છે. ઘણીવાર મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચે બોલાચાલી તો ઘણીવાર મામલો ગરમ થતો હોય છે. પરંતુ જેન્ટલમેન કહેવાતી આ રમતમાં ખુબ ઓછુ જોવા મળ્યું છે જ્યારે કોઈ વચ્ચે મારપીટ થઈ હોય. પરંતુ એક લોકલ મેચમાં એવું જોવા મળ્યું કે જ્યાં એક ખેલાડીએ પોતાના સાથી ખેલાડી ઉપર બેટ મારી દીધુ.
આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક બેટર રન આઉટ થયા બાદ નિરાશ થઈને પેવેલિયન પરત ફરી રહ્યો હતો તોણે ગુસ્સામાં બેટને પછાડવાનો પ્રયાસ કર્યો.
— Movie And Cric (@MovieNCricEdits) August 25, 2023
પરંતુ આ દરમિયાન બેટરથી એક ચૂક થઈ અને તેણે બેટનો હવામાં ઘા કરી દીધો. આ દરમિયાન તે ખેલાડીને ખ્યાલ નહોતો કે જે રીતે તેણે બેટ ગુસ્સામાં હવામાં ફેંક્યું છે તેનાથી કોઈને નુકસાન થશે, પરંતુ તેનો અંદાજ ખોટો નિકળ્યો.
આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલીએ વર્લ્ડ કપ માટે પસંદ કરી ભારતની 15 સભ્યોની ટીમ, આ બે ખેલાડીઓ બહાર
રનઆઉટ થનાર બેટરનું બેટ સાથી ખેલાડીના ચહેરા પર વાગ્યું. બેટ વાગવાની સાથે સાથી ખેલાડી પોતાના ચહેરા પર હાથ રાખે છે અને મોઢુ ફેરવી લે છે. આ ખેલાડીએ હેલમેટ પહેર્યું નહોતું. આ ઘટનાનો વીડિયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે