Home> Sports
Advertisement
Prev
Next

Controversial Catch BBL: બાઉન્ડ્રીની બહાર કેચ છતાં બેટર આઉટ, ક્રિકેટ વર્લ્ડમાં હંગામો, જાણો શું કહે છે નિયમ

Michael Neser Silk Jordan Big Bash League: ઓસ્ટ્રેલિયાના બિગબેશ લીગના એક મુકાબલામાં એક એવો કેચ લેવામાં આવ્યો, જે નિયમો પ્રમાણે તો બરાબર છે, પરંતુ ક્રિકેટ ફેન્સ અમ્પાયરના નિર્ણયથી નિરાશ જોવા મળ્યા હતા. 

Controversial Catch BBL: બાઉન્ડ્રીની બહાર કેચ છતાં બેટર આઉટ, ક્રિકેટ વર્લ્ડમાં હંગામો, જાણો શું કહે છે નિયમ

નવી દિલ્હીઃ ક્રિકેટમાં સતત ફેરફાર થતાં રહે છે. ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો. તેમ છતાં ખેલાડી નિયમોને ચકમો આપવામાં સફળ થઈ જાય છે. બિગ બેશ લીગ (Big Bash League) ની સિડની સિક્સર્સ અને બ્રિસ્બેન હીટ મેચને જોઈ લો. બ્રિસ્બેન હીટના માઇકલ નેસરે એક એવો કેચ લીધો, જેને લઈને ક્રિકેટની દુનિયામાં હંગામો મચી ગયો છે. આ કેચની મદદથી બ્રિસ્બેને સિડનીને 15 રને પરાજય આપ્યો હતો. 

fallbacks

માઇકલ નેસરના આ કેચને જ્યાં નિયમ યોગ્ય ગણાવે છે તો ફેન્સ તેના પર સહમત નથી. હકીકતમાં નેસરે ત્રીજા પ્રયાસમાં કેચ કર્યો અને તેમાં એકવાર તેણે બોલ બાઉન્ડ્રીની બહાર હોવા પર ટચ કર્યો હતો. હકીકતમાં જોર્ડન સિલ્કે એક હવામાં શોટ ફટકાર્યો. બોલ બાઉન્ડ્રી બહાર જઈ રહ્યો હતો પરંતુ માઇકલ નેસરે હાથથી બોલ ઉછાળી દીધો. બોલ અંદરની જગ્યાએ બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો તો નેસરે બાઉન્ડ્રીની અંદર પહોંચી બોલને હવામાં ફરી બહાર ઉછાળ્યો અને પછી બહાર આવીને કેચ લીધો હતો.

શું કહે છે  MCC ના નિયમ
અનેક વખત રિપ્લે જોયા બાદ અમ્પાયરે જોર્ડનને આઉટ આપ્યો. તેનાથી ફેન્શ નિરાશ થયા હતા. સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યાં હતા કે આ યોગ્ય કેચ નથી. પરંતુ નિયમની વાત કરીએ તો આ કેચ યોગ્ય છે. મેરિલબોન ક્રિકેટ ક્લબ (Marylebone Cricket Club) ના નિયમ 19.5.2 અનુસાર બોલ પકડવા સમયે ખેલાડી બાઉન્ડ્રી કે તેની બહાર ન હોવો જોઈએ. માઇકલ હવામાં હતો એટલે તે બાઉન્ડ્રીની બહાર જમીનને ટચ કરી રહ્યો નહોતો. તેવામાં આ કેચ નિયમ પ્રમાણે યોગ્ય છે.

આ પણ વાંચોઃ વિશ્વકપ, એશિયા કપ, ઓસ્ટ્રેલિયા સિરીઝ, જાણો ટીમ ઈન્ડિયાનો વર્ષ 2023નો કાર્યક્રમ

આ કારણે કેચ યોગ્ય
ત્યારબાદ વધુ એક નિયમ છે 33.2.2.4, જે કહે છે કે ખેલાડી હવામાં બોલ બાઉન્ડ્રી બહારથી અંદર ઉછાળીને કેચ પકડી શકે છે. તેને માન્ય માનવામાં આવશે, પરંતુ તે 19.5.2 શરત પૂરી કરતો હોય. નોંધનીય છે કે મેચમાં બ્રિસ્બેન હીટે 224 રન બનાવ્યા હતા. જવાબમાં જોર્ડન સિલ્કે તોફાની અંદાજમાં 23 બોલ પર 41 રન બનાવતા સિડની સિક્સર્સની મેચમાં વાપસી કરાવી, પરંતુ તે આઉટ થયા બાદ ટીમ હારી ગઈ હતી. 

આ પણ વાંચોઃ BCCI Meeting: તો IPL 2023માં નહીં રમે કોહલી, હાર્દિક અને રોહિત સામે આવી મોટી જાણકારી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More