IPL 2025 : ભારતીય ચાહકોમાં IPL 2025નો માહોલ છવાઈ ગયો છે. મેગા લીગની શરૂઆત પહેલા રિપ્લેસમેન્ટના નિયમની ખૂબ ચર્ચા થઈ છે. રિપ્લેસમેન્ટ નિયમનો મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં લિઝાદ વિલિયમ્સની જગ્યાએ કોર્બિન બોશની પસંદગી કરવામાં આવી. આ માટે તેણે પાકિસ્તાન સુપર લીગ (PSL)ને સાઇડલાઇન કરી દીધું છે. બોશના આ નિર્ણય પર પીસીબીએ કાર્યવાહી કરી અને તે ચર્ચામાં આવી ગયો. ત્યારે આ લેખમાં જાણીએ કે રિપ્લેસમેન્ટ નિયમ કેવી રીતે કામ કરે છે.
પાકિસ્તાની ક્રિકેટરને '804' નંબરવાળી કેપ પહેરવા બદલ સજા...ઈમરાન ખાન સાથે છે કનેક્શન
શું છે રિપ્લેસમેન્ટ નિયમ ?
IPL 2025 પહેલા ખેલાડીઓને રિપ્લેસ કરવાની રેસ ચાલી રહી છે. નિયમો પર નજર કરીએ તો ખેલાડીઓ માત્ર સિઝન પહેલા જ નહીં પરંતુ સિઝન દરમિયાન પણ બદલી શકાય છે. IPL 2025 પહેલા BCCIએ આ નિયમમાં થોડો ફેરફાર કર્યો છે. અગાઉ, IPLની પ્રથમ સાત મેચો માટે જ ટીમોના બદલાવની જાહેરાત કરી શકાતી હતી. પરંતુ હવે તેની મર્યાદા વધી ગઈ છે.
ખેલાડીઓ સિઝનના મધ્યમાં જોડાઈ શકે છે
અગાઉના રિપ્લેસમેન્ટના નિયમ મુજબ, BCCI ટીમોને 7મી લીગ મેચ સુધી ખેલાડીઓને બદલવાની મંજૂરી આપતું હતું. પરંતુ હવે 12મી લીગ મેચ સુધી રિપ્લેસમેન્ટને મંજૂરી આપવામાં આવી છે. નિયમ મુજબ, હરાજીમાં પોતાનું નામ આપનાર અને અનસોલ્ડ ખેલાડીને જ રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરી શકાય છે. આ સિવાય જો કોઈ ફ્રેન્ચાઈઝીએ RAPP લિસ્ટમાં કોઈ બોલરને નેટ બોલર તરીકે ઉમેર્યો હોય અને જો કોઈ અન્ય ફ્રેન્ચાઈઝી તેને રિપ્લેસમેન્ટ માટે પસંદ કરે તો પ્રથમ ફ્રેન્ચાઈઝીને તેને રોકવાનો કોઈ અધિકાર રહેશે નહીં.
'તેણે શરીરના દરેક....'અભિનેત્રી રાન્યા રાવ પર BJP વિધાયકની ગંદી ટિપ્પણી
મની એકાઉન્ટિંગ શું છે ?
જો કોઈ ખેલાડી રિપ્લેસમેન્ટ માટે પસંદ કરવામાં આવે છે અને તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા છે, તો તેને 1 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ મળશે. જો કોઈ ખેલાડી સિઝનની સમાપ્તિ પહેલા ફિટ થઈ જાય છે, તો તેને બીજી તક આપવામાં આવશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે