ચેન્નઈઃ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) એ કહ્યુ કે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ્યારે પણ ટીમને જરૂર હોય છે ત્યારે રહાણેએ બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત અને વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ ઈંગ્લેન્ડ સામે અહીં બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ચોથી વિકેટ માટે 162 રનની ભાગીદારી કરી જેથી સ્ટમ્પ સુધી ભારતે છ વિકેટ પર 300 રન બનાવી લીધા છે.
રોહિતે રહાણેની 67 રનની ઈનિંગની પ્રશંસા કરતા કહ્યુ, 'અંજ્કિય અમારા મહત્વના ખેલાડીઓમાંથી એક છે. તેણે ખુબ સારૂ પ્રદર્શન કર્યુ છે અને કેટલીક મહત્વપૂર્ણ ઈનિંગ (છેલ્લા કેટલાક વર્ષોમાં) રમી છે. તેણે ઘણીવાર દેખાડ્યુ કે જ્યારે ટીમને બેટ્સમેનની જરૂર હોય તો તે એવું કરે છે. તેણે ઘણીવાર ટીમ માટે કામ કર્યું છે.'
આ પણ વાંચોઃ IND vs ENG: બીજી ટેસ્ટમાં રોહિતની શાનદાર સદી, પ્રથમ દિવસના અંતે ભારત 300/6
રોહિતે કહ્યુ કે રહાણેની સાથે તેની ભાગીદારી મેચની સ્થિતિ પ્રમાણે ખુબ સારી રહી. રોહિતે કહ્યુ, જ્યારે તે બેટિંગ કરવા આવ્યો હતો તો લંચ પહેલા અમારી ત્રણ વિકેટ પડી હતી, તેવામાં અમારે ભાગીદારી કરવી જરૂરી હતી. અમે ઘણીવાર જોયુ કે જ્યારે ટીમને જરૂર હોય છે તો રહાણે પોતાના બેટિંગનું કૌશલ્ય દેખાડે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે