નવી દિલ્હીઃ સ્ટાર રેસલર વિનેશ ફોગાટની (vinesh phogat) ત્રીજીવાર અનદેખી થયા બાદ રવિવારે ખેલાડીઓને પદ્મ પુરસ્કાર આપવાની રીત પર સવાલ ઉઠાવતા સંપૂર્ણ પ્રક્રિયાને 'અયોગ્ય' ગણાવી છે. વિશ્વ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા અને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મેડલોની આશામાંથી એક વિનેશે સરકાર પર નિશાન સાધતા 'યોગ્ય' ઉમેદવારની પસંદગી ન કરવાનો આરોપ લગાવ્યો છે.
વિનેશે પોતાના સત્તાવાર ટ્વીટર પેજ પર સ્ક્રીનશોટ અપલોડ કર્યો જેમાં લખ્યું હતું, 'દર વર્ષે આપણી સરકાર ઘણા ખેલાડીઓને પુરસ્કાર આપે છે. આ પુરસ્કારોથી ખેલ અને ખેલાડીઓના સારા પ્રદર્શન કરવા માટે ઉત્સાહ વધારનાર હોય છે, પરંતુ તે પણ જોવામાં આવ્યું છે કે ઘણીવાર આ પુરસ્કારો દ્વારા હાલની સિદ્ધિઓ કે ખેલ જગતમાં પાછલા કેટલાક સમયની સફળતાને સન્માનિત કરવામાં આવતી નથી.'
#Padmashree pic.twitter.com/lAOCjin2tl
— Vinesh Phogat (@Phogat_Vinesh) January 26, 2020
તેણે કહ્યું, 'એવું લાગે છે કે યોગ્ય ખેલાડીને દર વખતે છોડી દેવામાં આવે છે. 2020ના પદ્મ પુરસ્કારોમાં પણ આમ થયું. કોણ નિર્ણય કરે છે કે કોને પુરસ્કાર મળશે? શું જ્યૂરીમાં હાલના અને પૂર્વ ખેલાડી સામેલ છે. તે કામ પણ કેમ કરે છે. અંતમાં આ બધુ થોડું અયોગ્ય લાગે છે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે