Yash Vagadia : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ લીડ્સના મેદાન પર રમાઈ રહી છે. ટેસ્ટના ત્રીજા દિવસના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ બીજા દાવમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ સ્કોરબોર્ડ પર 90 રન બનાવી લીધા છે. ભારતીય ટીમની કુલ લીડ 96 રન થઈ ગઈ છે. ત્રીજા દિવસે મેદાન પર એક વિચિત્ર દૃશ્ય જોવા મળ્યું, જેણે બધાને સંપૂર્ણપણે ચોંકાવી દીધા.
જ્યારે ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ મેદાન છોડીને ગયો ત્યારે 21 વર્ષનો એક ખેલાડી મેદાન પર ફિલ્ડિંગ કરવા આવ્યો. આ ખેલાડી ઈંગ્લેન્ડ ટીમનો ભાગ પણ નહોતો અને તેથી જ બધા દંગ રહી ગયા. આ ખેલાડીનું નામ યશ વાગડિયા છે, જે યોર્કશાયર વતી કાઉન્ટી ક્રિકેટમાં ધૂમ મચાવતો જોવા મળે છે. યશ સ્ટોક્સની જગ્યાએ અવેજી ખેલાડી તરીકે મેદાન પર આવ્યો હતો.
ઈંગ્લેન્ડને આટલો ટાર્ગેટ આપ્યો તો ભારતની જીત નક્કી, 23 વર્ષ પછી લહેરાશે ત્રિરંગો!
કોણ છે યશ વાગડિયા ?
7 મે, 2004ના રોજ જન્મેલો યશ વાગડિયા ઇંગ્લેન્ડના યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ માટે રમે છે. તેનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો, તે મૂળ ગુજરાતનો છે પરંતુ તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. યશ બેટ્સમેન છે અને ઓફ-સ્પિન બોલિંગ પણ કરે છે. તે યોર્કશાયર ક્લબની અંડર-18 ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે, 2 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે અને ઇંગ્લેન્ડનો ઉભરતો સ્ટાર છે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે તે આંતરરાષ્ટ્રીય મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો છે, તેણે પહેલા પણ આવું કર્યું છે. જોકે, તેણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી.
બેન સ્ટોક્સના બદલે ફિલ્ડિંગ કેમ કરી ?
યશ વાગડિયા ત્રીજા દિવસે બેન સ્ટોક્સ બહાર હતો ત્યારે તેની જગ્યાએ ફિલ્ડિંગ કરવા આવ્યો હતો, જોકે આ ઇંગ્લેન્ડમાં સામાન્ય છે. કાઉન્ટી ક્લબના કેટલાક ક્રિકેટરોને અવેજી ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવે છે. ભલે તેઓ ટીમનો ભાગ હોય કે ન હોય. યશ તેમાંથી એક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે