Home> Sports
Advertisement
Prev
Next

ટેલેન્ટની ખાણ છે આ ક્રિકેટરની પત્ની, રહી ચૂકી છે મિસ વર્લ્ડ ઓસ્ટ્રેલિયા

લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી આ મહિલા એન્કર અને ક્રિકેટરે 2021માં લગ્ન કરી લીધા. કોવિડ-19ના કારણે તેમના બે વખત લગ્ન મોકૂફ રાખવા પડ્યા હતા.

ટેલેન્ટની ખાણ છે આ ક્રિકેટરની પત્ની, રહી ચૂકી છે મિસ વર્લ્ડ ઓસ્ટ્રેલિયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી આ મહિલા એન્કર અને ક્રિકેટરે 2021માં લગ્ન કરી લીધા. કોવિડ-19ના કારણે તેમના બે વખત લગ્ન મોકૂફ રાખવા પડ્યા હતા. આજના સમયમાં ક્રિકેટના મેદાન પર મહિલા એન્કરોને વધારે જોવામાં આવે છે. પછી IPL હોય કે કોઈ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ. મહિલાઓની હાજરી રહે છે. અને તે પોતાની રમતની જાણકારીના કામને સારી રીતે રજૂ કરે છે. આવી જ એક મહિલા એન્કર પર ઓસ્ટ્રેલિયાના આક્રમક ખેલાડી ફિદા થઈ ગયો હતો. આ ખેલાડીનું નામ છે બેન કટિંગ. અને જે મહિલાને આ ખેલાડી દિલ આપી ચૂક્યો હતો તેનું નામ છે એરિન હોલેન્ડ. હવે બંનેના લગ્ન થઈ ચૂક્યા છે.
 

fallbacks

fallbacks
 

6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા:
ઓસ્ટ્રેલિયાના આક્રમક ખેલાડી બેન કટિંગ અને એરિન બંને એકબીજાને કોમન ફ્રેન્ડ દ્વારા 2015માં મળ્યા હતા. અને ત્યારથી એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. આ બંનેએ આ વર્ષે 13 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા. કોવિડ-19ના કારણે આ બંનેએ બે વાર લગ્નને મોકૂફ રાખ્યા હતા. પરંતુ આ વર્ષે બંનેએ લગ્ન કરી લીધા.
 

fallbacks
 

એરિન જીતી ચૂકી છે અનેક એવોર્ડ્સ:
એરિન માત્ર સ્પોર્ટ્સ એન્કર નથી. તેની પાસે અનેક કલા છે. તે 2013માં 24 વર્ષની ઉંમરમાં મિસ વર્લ્ડ ઓસ્ટ્રેલિયા રહી ચૂકી છે. સાથે જ તે મિસ વર્લ્ડ ઓસનિયાનું ટાઈટલ પણ જીતી ચૂકી છે. મોડલિંગ સિવાય તે સિંગર પણ છે. તેના ઈન્સ્ટાગ્રામમાં પણ ઉલ્લેખ છે કે તે એક સિંગર છે. તે IPL, PSL અને અનેક સિરીઝમાં સ્પોર્ટ્સ પ્રેઝન્ટરની ભૂમિકા નિભાવી ચૂકી છે.

DDLJ ના પલટ..પલટ..વાળા સીનની KOREAN SERIAL માં કોપી મારી! Video જોશો તો હસી હસીને દુખી જશે પેટ

માતા-પિતાએ એરિનને સંપૂર્ણ સાથ આપ્યો:
એરિને ક્લાસિકલ મ્યૂઝિકમાં ટ્રેનિંગ લીધી છે. અને સંગીતમાં તેની રૂચિ 3 વર્ષની ઉંમરથી હતી. તેના પછી તે Jazz ડાન્સ અને થિયેટરમાં પણ ટ્રેનિંગ લઈ ચૂકી છે. ક્લીરનેટ અને સેક્સોફોન જેવા મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ્સનું હુનર પણ તેન પાસે છે. આ દરમિયાન માતા-પિતાએ તેનો સંપૂર્ણ સાથ-સહકાર આપ્યો.

The Kapil Sharma Show માં માત્ર હા..હા..હા..કરવાના અર્ચના પૂરણ સિંહ લેછે અધધ રૂપિયા, ફી સાંભળીને આવશે ચક્કર

કારકિર્દી બનાવવા માટે શહેર છોડી દીધું:
એરિને કારકિર્દી માટે તે શહેરને છોડ્યું જ્યાં તેનો જન્મ થયો હતો. તેનો જન્મ ક્વીન્સલેન્ડના કેર્ન્સમાં થયો હતો. સંગીત અને ડાન્સમાં કારકિર્દી બનાવવા માટે તે સિડની આવીને વસી ગઈ. જ્યાં તેણે પોતાની કારકિર્દીને વેગવંતી બનાવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More