Home> Sports
Advertisement
Prev
Next

INDvsAUS: દેશ માટે વિજય મેળવવા જેટલું જ મહત્વનું છે, દેશ માટે સન્માન મેળવવુઃ ટિમ પેન

ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન ટિમ પેને કહ્યું કે, તેની ટીમ ભારત વિરુદ્ધ સિરીઝ જીતવાનો પ્રયત્ન કરશે. પેને કહ્યું કે, અમે અમારી નબળાઇઓને ઓળખી લીધી છે અને તેમાં સુધાર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. 

 INDvsAUS: દેશ માટે વિજય મેળવવા જેટલું જ મહત્વનું છે, દેશ માટે સન્માન મેળવવુઃ ટિમ પેન

એડીલેડઃ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન માટે ભારતને હરાવવા જેટલું જ મહત્વપૂર્ણ દેશવાસિઓનું સન્માન પ્રાપ્ત કરવાનું છે અને તેણે બુધવારે કહ્યું કે, તેના માટે મેચ જીતવો અને દિલ જીતવું એક-બીજાથી અલગ પડકાર નથી. 

fallbacks

ભારત વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝ પહેલા પેને કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ટીમે તે પાસાંઓને ઓળખી લીધા છે જેમાં સુધારની જરૂર છે. 

તેણે કહ્યું, અમે મેચ જીતવા પણ ઈચ્છીએ છીએ અને દિલ પણ. અમે જીતવા માટે રમીએ છીએ અને અમે સમજી લીધું કે કેટલાક પાસાંઓ પર કામ કરવાની જરૂર છે. દેશવાસિઓનું સન્માન મેળવવું પણ એટલું જરૂરી છે જેટલું વિજય મેળવવો. 

Forbes Indiaની લિસ્ટમાં સલમાન બન્યો કમાણીનો 'સુલ્તાન', વિરાટ-ધોનીએ પણ મારી સિક્સ 

તેણે કહ્યું, મેં હમણાં રિકી પોન્ટિંગ સાથે વાત કરી અને અમે છેલ્લા કેટલાક વર્ષોના ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટનોનો ઉલ્લેખ કર્યો. તેની જમાતમાં ખુદને સામેલ કરવો ખૂબ પડકારજનક છે. પેને કહ્યું, હું તેને સરળ રાખવા ઈચ્છું છું. ઓસ્ટ્રેલિયાની આગેવાની કરવી ગર્વની વાત છે પરંતુ હું તેનાથી વધુ પ્રભાવિત થવા માગતો નથી. 

ઓસ્ટ્રેલિયન ટીમમાં ચાર ફાસ્ટ બોલરને સ્થાન આપવામાં આવ્યું છે. આ વિશે પેને કહ્યું, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સની વાપસી સારી વાત છે. ઓસ્ટ્રેલિયામાં રમવાની રીત યૂએઈ કરતા જુદી હશે. અમે રમતમાં વધુ ફેરફાર કરતા નથી. રણનીતિ થોડી અલગ હશે. 

IND vs AUS: ભારતે અંતિમ-12 ખેલાડીઓ તો ઓસ્ટ્રેલિયાએ પ્લેઇંગ ઈલેવન કરી જાહેર

વાઇસ કેપ્ટન અને ઓલરાઉન્ડર મિશેલ માર્શ ખરાબ ફોર્મને કારણે ટીમમાં નથી અને તેને શેફીલ્ડ શીલ્ડ રમવા માટે છોડી દેવામાં આવશે. પેને કહ્યું કે, અમને બધાને ખ્યાલ છે કે, તે કેટલો પ્રતિભાશાળી છે. તે સિરીઝમાં વાપસી કરશે અને અમે તેને શેફીલ્ડ શીલ્ડ મોકલી રહ્યાં છીએ જેથી તેની પ્રેક્ટિસ ચાલું રહે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More