Home> Sports
Advertisement
Prev
Next

મહિલા હોકીઃ ભારતે જીતી ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ

ભારતીય મહિલા હોકી ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખતા અહીં બુધવારે ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટનું ટાઇટલ જીતી લીધુ છે. ભારતીય ટીમે એક રોમાંચક ફાઇનલ મુકાબલામાં જાપાનની ટીમને 2-1થી પરાજય આપ્યો હતો. 

મહિલા હોકીઃ ભારતે જીતી ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ

ટોક્યોઃ ભારતીય મહિલા હોકી ટીમે પોતાના શાનદાર પ્રદર્શનને જાળવી રાખતા અહીં બુધવારે ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટનું ટાઇટલ જીતી લીધુ છે. ભારતીય ટીમે એક રોમાંચક ફાઇનલ મુકાબલામાં જાપાનની ટીમને 2-1થી પરાજય આપ્યો હતો. 

fallbacks

મહેમાન ટીમ માટે આ મેચમાં નવજોત કૌર અને લાલરેમસિયાનીએ ગોલ કર્યો હતો. જાપાન તરફથી એકમાત્ર ગોલ મિનામી શિમિજૂએ કર્યો હતો. રાઉન્ડ રોબિન મુકાબલામાં બંન્ને ટીમોનો સામનો થયો હતો, જેમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. 

ભારતે પોતાનાથી મજબૂત ઓસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ પણ 2-2થી ડ્રો રમી હતી. પૂરી ટૂર્નામેન્ટમાં ભારતે એકપણ પરાજયનો સામનો કરવો પડ્યો નથી. આ પહેલા પુરૂષ ટીમે પણ સ્પર્ધાનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ફાઇનલમાં ભારતીય પુરૂષ હોકી ટીમે ન્યૂઝીલેન્ડને 5-0થી પરાજય આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More