Home> Sports
Advertisement
Prev
Next

મહિલા ટી20 વિશ્વકપઃ ન્યૂઝીલેન્ડને 33 રને હરાવી સેમીફાઇનલમાં પહોંચ્યું ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 33 રને હરાવ્યું. આ તેની સતત ત્રીજી જીત છે. 

  મહિલા ટી20 વિશ્વકપઃ ન્યૂઝીલેન્ડને 33 રને હરાવી સેમીફાઇનલમાં પહોંચ્યું ઓસ્ટ્રેલિયા

ગયાનાઃ ઓસ્ટ્રેલિયાએ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.  તેણે ગ્રુપ-બીના આ મેચમાં ન્યૂઝીલેન્ડને 33 રને પરાજય આપ્યો હતો. તેની જીતમાં વિકેટકીપર બેટ્સમેન એલીસા  હીલી અને ફાસ્ટ બોલર મેગન શટની મહત્વની ભૂમિકા રહી હતી. 28 વર્ષની એલીસા હીલીએ 53 રનની શાનદાર  ઈનિંગ રમી હતી. મેગન શટે માત્ર 12 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. 

fallbacks

ઓસ્ટ્રેલિયાની ગ્રુપ-બીમાં ત્રણ મેચમાં સતત ત્રીજી જીત છે. તે છ પોઈન્ટની સાથે ગ્રુપમાં પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયા,  ન્યૂઝીલેન્ડ સિવાય ભારત, પાકિસ્તાન અને આયર્લેન્ડની ટીમ પણ આ ગ્રુપમાં છે. ભારતીય ટીમે પોતાના પ્રથમ બે  મેચમાં વિજય મેળવ્યો છે. તે ગ્રુપમાં બીજા સ્થાને છે. તેનું પણ સેમીફાઇનલમાં રમવાનું નક્કી છે. 

ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે બનાવ્યા 153 રન
ઓસ્ટ્રેલિયાએ મંગળવારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. જેના  જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 17.3 ઓવરમાં 120 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી સૂજી  બેટ્સમે સૌથી વધુ 42, કેટી માર્ટિન 24 અને લેઘ કાસ્પેરેકે 12 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી શટ સિવાય  સોફી મોલિનુક્સ અને ડેલિસા કિમિંસેએ બે-બે વિકેટ ઝડપી હતી. એલીસે પેરી અને એશ્લેગ ગાર્ડનરને એક-એક વિકેટ  મળી હતી. 

હીલીની અડધી સદી
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ એલિસા હીલીની અડધી સદી અને બેથ મૂનીના 26 અને રાકિએલ હેયન્સના અણનમ 29  રનની મદદથી સાત વિકેટ પર 153 રન ફટકાર્યા હતા. હીલીએ 38 બોલમાં આઠ બાઉન્ડ્રી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ  તરફથી લેઘ કાસ્પેરેકે ત્રણ, સોફી ડેવાઇને બે, હન્નાહ રોવ તથા એના પીટરસનને એક-એક સફળતા મળી હતી.  એલિસા હીલીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર મિચેલ સ્ટાર્કની પત્ની  અને પૂર્વ  ક્રિકેટર ઇયાન હીલીની ભત્રીજી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More