બર્મિંઘમઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોનું માનવું છે કે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં રોમાંચ લાવશે. ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત એક ઓગસ્ટથી રમાનારી પ્રથમ એશિઝ ટેસ્ટ મેચની સાથે થશે. ટૂર્નામેન્ટમાં વિશ્વની ટોપ 9 ટીમો બે વર્ષ સુધી કુલ 71 મેચ રમશે. ટોપ-2 ટીમ જૂન 2021મા ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટકરાશે અને વિજેતાને ટાઇટલ આપવામાં આવશે. આ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો ઈંગ્લેન્ડમાં રમાશે.
'ક્રિકેટ.કોમ.એયૂ'એ વોના હવાલાથી જણાવ્યું, 'હું સમજુ છું કે ટેસ્ટ ક્રિકેટ માટે આ સારૂ પગલું છું.' એક કેપ્ટનના રૂપમાં વોની જીતની ટકાવારી 71.93 છે, જે 10થી વધુ ટેસ્ટ મેચોમાં પોતાના દેશની આગેવાની કરનાર કોઈપણ ટીમના ખેલાડીથી વધુ છે. તેઓ માને છે કે જો પોતાના સમયમાં આ ટૂર્નામેન્ટ શરૂ કરવામાં આવી હોત તો તેની જીતને વધુ મહત્વ મળ્યું હોત.
વોએ કહ્યું, 'હું 18 વર્ષ સુધી રમ્યો અને ઘણા લોકોએ કહ્યું કે, અમે વિશ્વની નંબર 1 ટેસ્ટ ટીમ હતા, પરંતુ મને લાગે છે કે જ્યાં સુધી તમે ટ્રોફી પકડતા નથી કે તમે ફાઇનલ મેચ રમતા નથી ત્યાં સુધી તમે ચોક્કસ હોતા નથી. મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટને તેની જરૂર છે.'
હસન અલી-આરઝૂ પહેલા આ પાકિસ્તાની ક્રિકેટરોએ પણ કર્યાં છે ભારતીય યુવતી સાથે લગ્ન
તેમણે કહ્યું, 'તમારી પાસે ટી20 વિશ્વ કપ અને 50 ઓવરનો વિશ્વ કપ છે, પરંતુ જો તમે વિશ્વની બેસ્ટ ટીમ છો તો તમારે કોઈ ટ્રોફીની જરૂર હોય છે. હું સમજુ છું કે ખેલાડી હજુ પણ સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર અને ટીમ બનવા ઈચ્છે છે અને તેને માપવા માટે આ ચેમ્પિયનશિપ સારી રીત છે.' દરેક સિરીઝમાં કુલ 120 પોઈન્ટ દાવ પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે