Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019: ખરાબ અમ્પાયરિંગ, બ્રેથવેટ અને હોલ્ડિંગે ઉઠાવ્યા સવાલ

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની મેચમાં ખરાબ અમ્પાયરિંગને કારણે ટીમ અને ફેન્સમાં નિરાશા જોવા મળી હતી. 

World Cup 2019: ખરાબ અમ્પાયરિંગ, બ્રેથવેટ અને હોલ્ડિંગે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ 2019 (ICC World Cup 2019)માં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રોમાંચક મેચ બાદ હવે અમ્પાયરિંગ પર સવાલ ઉઠી કગ્યાં છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઓસ્ટ્રેલિયાનો મોટી ટક્કર આપી જવાબમાં ઓસ્ટ્રેલિયાએ લડત આપી અને તેમ ન કહી શકાય કે તે જીતની હકદાર નહતી. પરંતુ આ મેચમાં ઘણા નિર્ણય એવા રહ્યાં જેથી વેસ્ટ ઈન્ડિઝ ફેન્સની સાથે ટીમના ખેલાડીઓ પણ દુખી જોવા મળ્યા. ટીમના મુખ્ય ખેલાડી કાર્લોસ બ્રેથવેટની સાથે પૂર્વ કેપ્ટન અને કોમેન્ટ્રેટર માઇકલ હોલ્ડિંગે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. 

fallbacks

શું કહ્યું બ્રેથવેટે
કાર્લોસ બ્રેથવેટે મેચ બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન અમ્પાયરના નિર્ણયને કપટી ગણાવ્યા હતા. તો કોમેન્ટ્રી કરી રહેલા વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ માઇકલ હોલ્ડિંગે આ નિર્ણયને દમનકારી ગણાવ્યા હતા. 

બ્રેથવેટે કહ્યું, મને ખ્યાલ નથી કે આ કહેવા માટે મારા પર દંડ પણ ફટકારવામાં આવી શકે છે, પરંતુ અમ્પાયરિંગ નિરાશાજનક રહ્યું હતું. જ્યારે અમે બોલિંગ કરી રહ્યાં હતા ત્યારે પણ કેટલાક બોલોને ક્લોજ કોલ્સ ગણીને વાઇડ આપવામાં આવ્યા. જાહેર છે ત્રણ નિર્ણય, જ્યાં સુધી મને યાદ છે, કપટી રહ્યાં, આ ઘણું નિરાશાજનક હતું, જેથી ડ્રેસિંગ રૂમના લોકો પણ નિરાશ થયા હતા. 

રિવ્યૂનો યોગ્ય ઉપયોગ ન કરી શકી ટીમ
ગેલના નિર્ણય વિશે બ્રેથવેટે કહ્યું, ''280ની આસપાસના લક્ષ્યનો પીછો કરતા ક્રિસ ગેલને ગુમાવવો, જે પોતે 180 બનાવવા સક્ષમ હતો, અમારી શરૂઆતને ખરાબ રીતે તોડવામાં આવી. પરંતુ અમ્પાયર પોતાનું કામ કરી રહ્યાં હતા. તે પોતાની ક્ષમતાથી પોતાનું બેસ્ટ આપી રહ્યાં હતા, અમે પણ ખેલાડી તરીકે અમારૂ કામ સારી રીતે કરી રહ્યાં હતા. બંન્ને વચ્ચે કોઈ વિવાદની સ્થિતિ ન આવી. પરંતુ અમે રિવ્યૂનો યોગ્ય ઉપયોગ ન કરી શક્યા કારણ કે જ્યારે બોલ પેડ પર લાગતો હતો અમ્પાયર આંગળી ઉભી કરી દેતા હતા. જ્યારે અમારા બોલ પેડ પર લાગતા હતા ત્યારે અમ્પાયરે આંગળી ન ઉઠાવી અને અમારે રિવ્યૂ લેવા પડ્યા. તેમ છતાં વેસ્ટ ઈન્ડિઝની હારનું મુખ્ય કારણ બ્રેથવેટે અમ્પાયરિંગને ન ગણાવ્યું. 

ધોનીના ગ્લવ્સમાં 'બલિદાન બેજ', જાણો શું કહે છે આઈસીસીના નિયમ 

શું કહ્યું હોલ્ડિંગે
હોલ્ડિંગે કહ્યું, 'મને માફ કરો, પરંતુ આ મેચમાં અમ્પાયરિંગનું સ્તર ખુબ ખરાબ રહ્યું.' તેમણે કહ્યું, 'જ્યારે હું રમતો હતો ત્યારે અમ્પાયર એટલા કડક નહતા જેટલા આજે છે. તમને એકવાર અપીલ કરવાની મંજૂરી હતી, તમે અમ્પાયરની સામે બે-ત્રણ કે ચાર અપીલ ન કરતા હતા. આ પ્રથમ વસ્તું છે.' ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની અપીલની અમ્પાયર પર પ્રભાવ પર તેમણે કહ્યું, તે ડરી રહ્યાં હતા જેનો મતલબ છે તે નબળા છે. બંન્ને ખુબ ખરાબ અમ્પાયરિંગ કરી રહ્યાં હતા. 

ક્યો નિર્ણય રહ્યો ખરાબ
આ મેચમાં સૌથી વધુ ચર્ચા ક્રિસ ગેલને આઉટ થવાના નિર્ણયને લઈને રહી જે બે વાર રિવ્યૂને કારણે રદ્દ કરવામાં આવ્યું. ત્રીજીવાર પણ ક્રિસ ગેલને અમ્પાયર કોલમાં આઉટ આપવામાં આવ્યો. આ ત્રણ નિર્ણયોની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા કરવામાં આવી હતી. ગેલ સિવાય જેસન હોલ્ડરને પણ એકવાર આઉટ આપ્યો અને તેણે પણ રિવ્યૂનો ઉપયોગ કર્યો હતો. જે બોલ પર ગેલ આઉટ થયો હતો તેની પહેલાનો બોલ નો-બોલ હતો અને અમ્પાયરે તે નો-બોલ ન આપ્યો. આ કારણે ગેલ જે બોલ પર આઉટ થયો તે ફ્રી હિટ હોત અને તે આઉટ થતાં બચી ગયો હોત.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More