નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019ના 12મા મુકાબલામાં ઈંગ્લેન્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ 50 ઓવરમાં 386 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ 280 રન બનાવી આઉટ થઈ ગયું હતું. આ મેચમાં ઈંગ્લેન્ડનો 106 રને વિજય થયો હતો. વિશ્વકપ ઈતિહાસમાં આ ઈંગ્લેન્ડની ટીમનો સૌથી મોટો સ્કોર છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે જેસન રોયની દમદાર સદી અને જોસ બટલરની સાથે જોની બેયરસ્ટોની અડધી સદીની મદદથી 50 ઓવરોમાં 6 વિકેટ ગુમાવીને 386 રન ફટકાર્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડની ટીમે ફરી એકવાર 350થી વધુ રનનો સ્કોર બનાવ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડની ટીમે વનડે ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
હકીકતમાં, આ મેચમાં 300+ રન બનાવવાની સાથે ઈંગ્લેન્ડે વનડે ક્રિકેટની સૌથી મોટી ટીમ બની ગઈ છે જેણે સતત સાત વખત 50-50 ઓવરની મેચમાં 300થી વધુ રન બનાવ્યા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2007માં 6 વખત 300થી વધુ રન બનાવ્યા હતા. ત્યાં સુધી કે વિશ્વકપ 2019ની ત્રણેય મેચમાં ઈંગ્લેન્ડની ટીમે 300થી વધુ રન બનાવ્યા છે.
વનડે ક્રિકેટમાં સૌથી વધુ સતત 300+ નો ટોટલ
ઈંગ્લેન્ડ (2019) 7 વખત
ઓસ્ટ્રેલિયા (2007) 6 વખત
ભારત (2017) 5 વખત
શ્રીલંકા (2006) 5 વખત
તમને જણાવી દઈએ કે, આ પહેલા ઈંગ્લેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મેચોની વનડે સિરીઝ રમી હતી, તેની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. જ્યારે બાકીની ચારેય વનડેમાં ઈંગ્લેન્ડની ટીમે 300થી વધુનો સ્કોર બનાવ્યો હતો. આ દરેક મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી.
વર્લ્ડ કપ 2019 BANvsENG: શાકિબની સદી પાણીમાં, ઈંગ્લેન્ડે બાંગ્લાદેશને હરાવ્યું
આ છે ઈંગ્લેન્ડની ટીમના છેલ્લા સાત 300 પ્લસ સ્કોર
373/3 વિરુદ્ધ પાકિસ્તાન
359/4 વિરુદ્ધ પાકિસ્તાન
341/7 વિરુદ્ધ પાકિસ્તાન
351/9 વિરુદ્ધ પાકિસ્તાન
311/8 વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
334/9 વિરુદ્ધ પાકિસ્તાન
386/6 વિરુદ્ધ બાંગ્લાદેશ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે