Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: ધોનીને રનઆઉટ કરનાર ગુપ્ટિલે કહ્યું, 'હું ભાગ્યશાળી હતો કે....'

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં રન આઉટ થઈ ગયો હતો. ન્યૂઝીલેન્ડના ખેલાડી માર્ટિન ગુપ્ટિલનો એક સીધો થ્રો સ્ટમ્પ પર લાગ્યો અને ધોની રનઆઉટ થઈ ગયો હતો. 

VIDEO: ધોનીને રનઆઉટ કરનાર ગુપ્ટિલે કહ્યું, 'હું ભાગ્યશાળી હતો કે....'

નવી દિલ્હીઃ ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં રન આઉટ થઈ ગયા હતા. ન્યૂઝીલેન્ડના ખેલાડી માર્ટિન ગુપ્ટિલનો એક સીધો થ્રો સ્ટમ્પ પર લાગ્યો અને ધોની રનઆઉટ થઈ ગયો હતો. ધોની રનઆઉટ થતાં ભારતની ફાઇનલમાં પહોંચવાની આશા તૂટી ગઈ હતી. હવે ગુપ્ટિલે આ મામલા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાને નસીબદાર ગણાવ્યો છે. 

fallbacks

ગુપ્ટિલે કહ્યું, 'મેં વિચાર્યું હતું કે બોલ મારી તરફ આવી રહ્યો નથી. હું બોલને પકડવા ઝડપથી ભાગ્યો, જ્યારે બોલ મારા હાથમાં આવ્યો, મેં ઝડપથી થ્રો કર્યો. હું ભાગ્યશાળી હતો કે મારો થ્રો સીધો સ્ટમ્પ પર ટકરાયો. ગુપ્ટિલની આ પ્રતિક્રિયાને આઈસીસીએ ટ્વીટ કરી છે.'

ધોની પાસે હતી ભારતને આશા
શરૂઆતી ઝટકા બાદ ભારતીય ટીમને ધોની અને જાડેજાએ સંભાળી હતી. એવું લાગી રહ્યું હતું કે, આ જોડી ભારતને ફાઇનલમાં પહોંચાડી દેશે ત્યારે ટ્રેન્ટ બોલ્ટે જાડેજાને આઉટ કર્યો હતો. તેણે 208ના કુલ સ્કોર પર જાડેજાને કેપ્ટન વિલિયમસનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. જાડેજાએ 77 રન બનાવ્યા હતા. 

100% સાચી પડી વૉનની ભવિષ્યવાણી, કહ્યું હતું- જે ભારતને હરાવશે, તે વિશ્વ ચેમ્પિયન બનશે

ધોની ક્રીઝ પર ભારતની છેલ્લી આશા હતો. ભારતે અંતિમ બે ઓવરમાં 31 રનની જરૂર હતી. ધોનીએ પ્રથમ બોલ પર છગ્ગો માર્યો અને બીજા બોલ પર બે રન લેવા પ્રયત્ન કર્યો. બીજો રન લેવા દોડ્યો અને ગુપ્ટિલનો સીધો થ્રો સ્ટમ્પ પર ટકરાયો ત્યારે ધોનીનું બેટ ક્રીઝથી થોડુ દૂર હતું અને ભારતની આશા સમાપ્ત થઈ ગઈ હતી. ધોનીએ આ મેચમાં 50 રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More