Home> Sports
Advertisement
Prev
Next

World Cupના ઈતિહાસમાં આ ટીમે ફટકારી છે સૌથી વધુ સદી, ટીમ ઈન્ડિયા બીજા સ્થાને

ઓસ્ટ્રેલિયા (26) અને ભારત (25) બાદ શ્રીલંકા 23 સદી સાથે ત્રીજા સ્થાન પર છે.
 

World Cupના ઈતિહાસમાં આ ટીમે ફટકારી છે સૌથી વધુ સદી, ટીમ ઈન્ડિયા બીજા સ્થાને

નવી દિલ્હીઃ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ એટલે કે World Cupના 4 દાયકા કરતા વધુ ઈતિહાસમાં અત્યાર સુધી તમામ રેકોર્ડ બન્યા અને તુટ્યા છે. એવો એક રેકોર્ડ છે કે અત્યાર સુધી કઈ ટીમે વિશ્વ કપ મેચોમાં સૌથી વધુ સદી ફટકારી છે? ભલે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે બેટ્સમેન તરીકે વિશ્વકપમાં સૌથી વધુ સદી ફટકારી હોય પરંતુ આ મામલામાં ભારત બીજા સ્થાન પર છે. 

fallbacks

વિશ્વ કપના 44 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ 26 સદી ફટકારી છે. અલગ-અલગ ખેલાડીઓ દ્વારા ફટકારવામાં આવેલી આ 26 સદી વિશ્વ કપમાં કોઈપણ એક ટીમ દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સદી છે. પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા આ મામલામાં જ્યાં પ્રથમ સ્થાને છે, તો બે વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બીજા સ્થાને છે. સૌથી વધુ સદી ફટકારવામાં ભારત ઓસ્ટ્રેલિયા કરતા વધુ પાછળ નથી. ભારતે અત્યાર સુધી 25 સદી ફટકારી છે. 

ઓસ્ટ્રેલિયા (26) અને ભારત (25) બાદ શ્રીલંકા 23 સદી સાથે ત્રીજા સ્થાન પર છે. તો વિશ્વ કપની શરૂઆતી બે સિઝન પોતાના નામે કરનારી વેસ્ટ ઈન્ડિઝ ટીમ અત્યાર સુધી 17 સદી ફટકારી શકી છે. તેવામાં આ વખતે સૌથી વધુ સદીનો રેકોર્ડ વિરાટ કોહલીની સેના પોતાના નામે કરવા ઈચ્છશે. આમ તો આ સમયે સદીના મામલામાં ટીમ ઈન્ડિયા સૌથી વધુ અનુભવી છે. હવે જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયા આ રેકોર્ડને પોતાના નામે કરી શકશે કે નહીં. 

વિશ્વ કપમાં એક ટીમ દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સદી 

ઓસ્ટ્રેલિયા - 26 સદી

ભારત - 25 સદી

શ્રીલંકા - 23 સદી

વેસ્ટ ઈન્ડિઝ - 17 સદી

ન્યૂઝીલેન્ડ - 15 સદી

સાઉથ આફ્રિકા - 14 સદી 

પાકિસ્તાન - 14 સદી

ઈંગ્લેન્ડ - 11 સદી

બાંગ્લાદેશ - 2 સદી 

World Cup 2019: ઈંગ્લેન્ડ જતા પહેલા વિરાટની પત્રકાર પરિષદ, કહ્યું વિશ્વકપમાં બોલરોની ભૂમિકા મહત્વની રહેશે

વર્ષ 2015માં પ્રથમ વિશ્વ કપ રમનારી અફગાનિસ્તાન ટીમ આ વખતે પણ વિશ્વકપમાં રમશે. પરંતુ અફગાનિસ્તાન તરફથી હજુ સુધી કોઈ બેટ્સમેન ત્રણ આંકડાના સ્કોરમાં પહોંચી શક્યો નથી. તેવામાં અફગાનિસ્તાન પાસે વિશ્વકપના 9 મેચોમાં પોતાની પ્રથમ સદીનું ખાતું ખોલાવવાની મોટી તક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More