લંડન : ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (M S Dhoni) એ રવિવારે પોતાનો 38મો જન્મદિવસ મનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર ધોનીને જન્મદિવસની શુભેચ્છાઓનો જાણે વરસાદ થયો હતો. જોકે વર્તમાન વર્લ્ડ કપ 2019 દરમિયાન ધોનીની ધીમી બેટીંગને પગલે કેટલાક ટીકાકારોને તે ભોગ બની રહ્યો છે. આ ટીકાઓ વચ્ચે એક અટકળ એવી પણ સામે આવી છે કે, આ વિશ્વકપ પછી ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે. જોકે ધોની સાથે લાંબા સમયથી જોડાયેલ એક મિત્ર અને મેનેજર અરૂણ પાંડેનું કહેવું છે કે, ટીમ ઇન્ડિયા (Team India) ને સફળતાના ઉંચા શિખરે બેસાડનાર ધોની આજે પણ ટીકાકારોનું મોં બંધ કરવાની ક્ષમતા ધરાવે છે.
શુભેચ્છા આપતાં પાંડેએ શું કહ્યું?
ધોનીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં પાંડેએ કહ્યું કે, હું મારા મિત્ર અને દિગ્ગજ ક્રિકેટર એમ એસ ધોની પર બનેલ ગીત બેસબ્રિયાથી શરૂઆત કરવા ઇચ્છુ છું કારણ કે એમાં ધોનીના ઉતાર ચઢાવને સારી રીતે બતાવાયા છે. જે સંઘર્ષ, સફળતા અને ટીકાઓથી ભરેલી છે. વિશ્વકપમાં ધીમી બેટીંગને કારણે ધોની ટીકાનો ભોગ બન્યો છે અને એવું કહેવાઇ રહ્યું છે કે આ ટુર્નામેન્ટ બાદ તે ક્રિકેટથી સંન્યાસ લઇ શકે છે.
કેમ રોમાંચક છે ધોનીની કારર્કિદી
પાંડેએ કહ્યું કે, ધોનીએ પોતાની કારર્કિદીમાં ઘણી લાંબી મંજીલ કાપી છે. તેમણે સૌથી પહેલા પોતાની ઓળખ બનાવવા માટે લડાઇ લડી એ બાદ પોતાને આર્થિક રીતે સક્ષમ બનાવવા મહેનત કરી અને ક્રિકેટમાં સતત આગળ વધ્યો. 2011માં ધોનીએ ટીમને વિશ્વ કપમાં જીત અપાવી અને ફરી નવા ખેલાડીઓના આગમનને પગલે પોતાની જાતને પણ એટલી જ ફીટ રાખી. આ બધુ જોતાં એવું કહી શકાય એમ છે કે, ધોનીનું કેરિયર ઘણું જ રોમાંચક છે.
ધોનીની સફળતાનું કારણ શું?
રિહિટી સ્પોર્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન પાંડેએ ધોનીની સફળતાનું કારણ જણાવતાં કહ્યું કે, આ કારણ જ છે કે આટલી બધી ટીકા વચ્ચે પણ ધોનીએ પોતાની આશાઓ હજુ અકબંધ ટકાવી રાખી છે. ધોનીએ કેરિયરમાં સરાહના અને ટીકા બંનેને સારી રીતે પચાવી છે. ધોનીએ એવા લોકોની ટીકાનો સામનો કર્યો છે કે જેમણે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક બોલ પણ ફેંક્યો નથી કે રમ્યા નથી. પાંડે કહે છે કે, હું હજુ પણ માનું છું કે ધોનીમાં હજુ પણ સારૂ પ્રદર્શન કરવાની તાકાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે