Home> Sports
Advertisement
Prev
Next

39 વર્ષના ક્રિસ ગેલ હવે જતા નથી જિમ, આ નુસખાના લીધે રહે છે એકદમ ફિટ

પોતાના પાંચમા અને અંતિમ વર્લ્ડ કપ (World Cup 2019) રમવા જઇ રહેલા ક્રિસ ગેલ (Chris Gayle)એ 39 વર્ષની ઉંમરમાં ફિટ રહેવાનો પોતાનો નુસખો શોધી લીધો છે અને ગત બે મહિનાથી 'યૂનિવર્સ બોસ' જિમથી દૂર છે. ગેલની ફિટનેસનું રહસ્ય યોગ અને માલિશ છે જેથી તેને થાકમાંથી રાહત મળે છે. સ્વભાવિક રીતે શક્તિશાળી હોવાથી તે જિમ જતા નથી અને બે મેચોની વચ્ચે ખૂબ આરામ કરે છે.   

39 વર્ષના ક્રિસ ગેલ હવે જતા નથી જિમ, આ નુસખાના લીધે રહે છે એકદમ ફિટ

નવી દિલ્હી: પોતાના પાંચમા અને અંતિમ વર્લ્ડ કપ (World Cup 2019) રમવા જઇ રહેલા ક્રિસ ગેલ (Chris Gayle)એ 39 વર્ષની ઉંમરમાં ફિટ રહેવાનો પોતાનો નુસખો શોધી લીધો છે અને ગત બે મહિનાથી 'યૂનિવર્સ બોસ' જિમથી દૂર છે. ગેલની ફિટનેસનું રહસ્ય યોગ અને માલિશ છે જેથી તેને થાકમાંથી રાહત મળે છે. સ્વભાવિક રીતે શક્તિશાળી હોવાથી તે જિમ જતા નથી અને બે મેચોની વચ્ચે ખૂબ આરામ કરે છે.   

fallbacks

આઇપીએલમાં ગેલે 41ની સરેરાશથી 490 રન બનાવ્યા. તેમણે પ્રેસ ટ્રસ્ટથી વાતચીતમાં કહ્યું 'આ મજેદાર રમત છે. વર્લ્ડકપ પહેલાં રન બની રહ્યા છે. મારી પાસે ખૂબ અનુભવ છે અને હું મારી બેટીંગથી ખુશ છું. આશા છે કે આ લય યથાવત રહેશે.' તેમણે કહ્યું કે 'ઉંમરની અસર તો થાય છે. મારા માટે સૌથી મહત્વપૂર્ણ વાત રમતના માનસિક પાસા છે. હવે શારીરિક પાસા એટલા મહત્વપૂર્ણ રહી ગયા નથી. મેં ગત બે મહિનાથી ફિટનેસ પર એટલું ધ્યાન આપ્યું નથી.'

માલિશ અને યોગ
ક્રિસ ગેલે કહ્યું કે ''હું મારા અનુભવ અને માનસિક દ્વઢતાનો ઉપયોગ કરું છું. હું થોડા સમયથી જિમ કર્યું નથી. હું ખૂબ આરામ કરી રહ્યો છું અને માલિશ કરાવી રહ્યો છું. ફ્રેશ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

R&R 🤷🏾‍♂️

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

સંન્યાસનો વિચાર હતો
ક્રિસ ગેલે કહ્યું કે ''હું મારા પ્રશંસકોને માટે રમી રહ્યો છું. થોડા વર્ષ પહેલાં સુધી મારા મગજમાં સંન્યાસનો ખ્યાલ હતો, પરંતુ પછી પ્રશંસકોને રમતા રહેવાનો અનુરોધ કર્યો. હું સતત તેમના માટે રમી રહ્યો છું.'' તેમણે કહ્યું કે ''આશા છે કે કેટલીક વધુ મેચોમાં તેમનું મનોરંજન કરી શકુ અને વર્લ્ડકપ જીતી શકું.' 

વર્લ્ડકપમાં ક્રિસ ગેલે પોતાના સોનેરી કેરિયરને પરીકથા સમાન અંજામ સુધી લઇ જવા માંગે છે. તેમની ઇચ્છા છે કે યુવા ખેલાડી તેમના માટે વર્લ્ડકપ જીતે. અત્યાર સુધી 103 ટેસ્ટ, 289 વનડે અને દુનિયાભરમાં ટી20 લીગ રમી ચૂકેલા ગેલે કહ્યું કે હવે તેમની પાસે સાબિત કરવા માટે કંઇ નથી અને તે પોતાના પ્રશંસકો માટે રમી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More