Home> Sports
Advertisement
Prev
Next

ભારત માત્ર ઈંગ્લેન્ડ વિરુદ્ધ 'ભગવા' કલરના રંગમાં જોવા મળશે, આ ટીમની જર્સીમાં થશે ફેરફાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 30 જૂને બર્મિંઘમમાં વિશ્વ કપ 2019ની લીગ મેચ રમાવાની છે. આ મેચમાં વિરાટ એન્ડ આર્મી ભગવા કલરની જર્સીમાં જોવા મળશે.

ભારત માત્ર ઈંગ્લેન્ડ વિરુદ્ધ 'ભગવા' કલરના રંગમાં જોવા મળશે, આ ટીમની જર્સીમાં થશે ફેરફાર

નવી દિલ્હીઃ આઈસીસીએ તે વાતની જાહેરાત કરી દીધી છે કે કઈ ટીમ કોની વિરુદ્ધ અલગ જર્સીમાં જોવા મળશે. આ સાથે તે વાતનો પણ ખુલાસો થઈ ગયો છે કે ભારતીય ટીમ કઈ ટીમ વિરુદ્ધ ભગવા એટલે કે ઓરેન્જ જર્સીમાં જોવા મળશે. આઈસીસીના રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયા માત્ર વિશ્વકપ 2019ની યજમાન ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફેરફાર કરાયેલી જર્સીમાં જોવા મળશે. 

fallbacks

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 30 જૂને બર્મિંઘમમાં વિશ્વ કપ 2019ની લીગ મેચ રમાવાની છે. આ મેચમાં વિરાટ એન્ડ આર્મી ભગવા કલરની જર્સીમાં જોવા મળશે. આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ પોતાની અલ્ટરનેટ જર્સીમાં જોવા મળશે પરંતુ તે વાતનો ખુલાસો થઈ ગયો છે કે ભારતીય ટીમ માત્ર વિશ્વકપની યજમાન ટીમ વિરુદ્ધ પોતાની ભગવા જર્સી પહેરશે. 

અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકા, ઈંગ્લેન્ડ અને ભારત વિરુદ્ધ લાલ કલરની જર્સી પહેરશે. તો બાંગ્લાદેશની ટીમ માત્ર પાકિસ્તાન વિરુદ્ધ લાલ કલરની જર્સીમાં જોવા મળશે. આ સિવાય ભારત ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓરેન્જ જર્સીમાં જ્યારે આફ્રિકા બાંગ્લાદેશ અને પાકિસ્તાન વિરુદ્ધ ગોલ્ડ જર્સીમાં જોવા મળશે. આ સાથે શ્રીલંકાએ ઈંગ્લેન્ડ અને ભારત વિરુદ્ધ યલો જર્સી પહેરીને મેચ રમવાની છે. 

વિશ્વકપમાં ટીમની હાર બાદ હવે PCB કરશે સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓના પ્રદર્શનની સમીક્ષા

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, તેમાંથી કેટલિક મેચ રમાઇ ચુકી છે જ્યારે કેટલિક મેચ રદ્દ થઈ છે. કેટલિક મેચ હજુ રમાવાની બાકી છે. વિશ્વ કપ 2018મા માત્ર બે ટીમ એવી છે, જે દરેક મેચમાં પોતાની જર્સી પહેરીને રમશે. તેમાં યજમાન ઈંગ્લેન્ડ લાઇટ બ્લૂ જર્સીની સાથે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ મરૂન કલરની જર્સીની સાથે તમામ મેચ રમશે.  

યજમાન ઈંગ્લેન્ડને છૂટ
યજમાન ટીમને આવા મામલામાં છૂટ મળશે. એવા નિયમમાં કોઈપણ યજમાન ટીમ પોતાની પૂર્વ નિર્ધારિત કલરની જર્સી પહેરવાની મંજૂરી હોય છે. વિશ્વકપની હાલની સિઝન ઈંગ્લેન્ડમાં રમાઇ રહ્યો છે અને યજમાન હોવાના નામે તેને પૂર્વ નિર્ધારિત કલરની જર્સી પહેરવાની મંજૂરી હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More