Home> Sports
Advertisement
Prev
Next

વર્લ્ડકપ 2019: પાક સામે મુકાબલા પહેલા બોલ્યો વિરાટ- અમારા માટે દરેક ટીમ બરાબર

કાલે માનચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને છે. આ મેચની પૂર્વ સંધ્યાએ પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, અમારા માટે દરેક ટીમ બરાબર છે. 

 વર્લ્ડકપ 2019: પાક સામે મુકાબલા પહેલા બોલ્યો વિરાટ- અમારા માટે દરેક ટીમ બરાબર

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપમાં રવિવારે માનચેસ્ટરમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે કહ્યું કે, જો અમે સારૂ રમીશું તો કોઈપણ ટીમને હરાવી શકીએ છીએ. સામે કઈ ટીમ છે તેનાથી ફેર પડતો નથી. ખેલાડીઓ માટે તે મહત્વપૂર્ણ છે કે તે હંમેશા પ્રોફેશનલ રહે. બીજીતરફ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હકે કહ્યું કે, ભારત-પાક મેચ ફાઇનલ પહેલા ફાઇનલ મુકાબલા જેવો છે. 

fallbacks

વિરાટે કહ્યું, અમારા માટે બીજા મુકાબલાની અપેક્ષાએ કોઈ એક મેચ ખાસ હોતો નથી. ટીમની જવાબદારી છે કે તમામ મેચો એક રીતે જુએ. અમે સારૂ રહી રહ્યાં છીએ તેથી દુનિયામાં અલગ છીએ. ક્રિકેટમાં બેસિક્સ હંમેશા સહેશે. અમારૂ ધ્યાન બેસિક્સ પર છે. જો 11 લોકો સાથે મળીને સારૂ પ્રદર્શન કરીએ તો કોઈપણ ટીમને હરાવી શકીએ છીએ. અમારૂ ધ્યાન તેના પર છે કે અમે રમતની જેમ રમીએ. મારી સામે કોઈપણ બોલર હોય, મને વ્હાઇટ અને રેડ બોલ દેખાઈ છે. સારા બોલરને સન્માન આપવું પડશે, પરંતુ પોતા પર વિશ્વાસ હોવો જોઈએ કે સારા બોલર વિરુદ્ધ રન બનાવી શકીએ. 

પાકિસ્તાન ટીમે આ વખતે ઘણી મહેનત કરીઃ ઇંઝમામ
પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇંઝમામે કહ્યું કે, આ મુકાબલો ફાઇનલ પહેલા ફાઇનલ છે. બંન્ને દેશોના દર્શકોમાં હંમેશા ઉત્સાહ હોય છે. સ્ટેડિયમની ક્ષમતા 24 હજાર છે, પરંતુ મેચની ટિકિટ માટે 8 લાખ લોકોએ અરજી કરી. તેનાથી અંદાજ લગાવી શકાય કે રવિવારની મેચ કેટલી મોટી છે. પાકિસ્તાને ભારતને ક્યારેય વિશ્વકપમાં હરાવ્યું નથી, પરંતુ આ વખતે ટીમે ઘણી મહેનત કરી છે. વિરાટ કોહલી મહાન ક્રિકેટર છે અને ભારતીય ટીમ ઘણી મજબૂત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More