World Cup 2023: ક્રિકેટનો વર્લ્ડ કપ હવે ધીરે ધીરે રોમાંચક તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે. લીગ રાઉન્ડ બાદ નોક આઉટ રાઉન્ડ આવશે ત્યારે જેવા મળશે ખરાખરીનો જંગ. જોકે, આ પહેલાં આજે યોજાનારી મેચ પણ કોઈ નોટઆઉટ મુકાબલાથી કામ નથી. રોમાંચ તો આ મેચમા પણ એટલો જ હશે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ રમાશે. બંને દેશો વચ્ચેની આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. સાઉથ આફ્રિકાની ટીમ પહેલાં બોલિંગ કરતી દેખાશે.
ભારત હજી સુધી કોઈની સામે મેચ હારી નથી-
વર્લ્ડ કપ 2023માં સતત 7 મેચ જીતીને ટીમ ઈન્ડિયાના 14 પોઈન્ટ છે. વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર છે. ભારત એકમાત્ર એવી ટીમ છે જે વર્લ્ડ કપ 2023માં હજુ સુધી કોઈની સામે મેચ હાર્યું નથી.
ભારતની પ્લેઈંગ ઈલેવન-
શુભમન ગિલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન-
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (wk), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગિડી, તબરેઝ શમ્સી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે