Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2023: અફઘાન ખેલાડી નવીન ઉલ હકનો મોટો ખુલાસો, વિરાટ કોહલીએ ગળે લગાવીને શું કહ્યું તે જાણો

આઈપીએલ દરમિયાન અફઘાની બોલર નવીન ઉલ હક અને વિરાટ કોહલી વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ફેન્સ આઈસીસી વર્લ્ડ કપ 2023માં ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ફેન્સ એકવાર ફરીથી જોવા માંગતા હતા કે જ્યારે આ બંને ખેલાડીઓનો આમનો સામનો થશે તો શું થશે. જો કે જ્યારે આ બંને ખેલાડીઓનો આમનો સામનો થયો તો બંને ખેલાડીઓએ એકબીજાને મેદાનમ પર ગળે મળીને આ મામલાનો અંત લાવી દીધો

World Cup 2023: અફઘાન ખેલાડી નવીન ઉલ હકનો મોટો ખુલાસો, વિરાટ કોહલીએ ગળે લગાવીને શું કહ્યું તે જાણો

આઈપીએલ દરમિયાન અફઘાની બોલર નવીન ઉલ હક અને વિરાટ કોહલી વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ફેન્સ આઈસીસી વર્લ્ડ કપ 2023માં ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન મેચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ફેન્સ એકવાર ફરીથી જોવા માંગતા હતા કે જ્યારે આ બંને ખેલાડીઓનો આમનો સામનો થશે તો શું થશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ  કપની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ફેન્સ આ મેચમાં કોહલી કોહલીના નારા લગાવી રહ્યા હતા. આ કોહલીનું હોમ ગ્રાઉન્ડ પણ છે. તો તેને ફૂલ સપોર્ટ મળે તે સ્વાભાવિક હતું. 

fallbacks

જો કે જ્યારે આ બંને ખેલાડીઓનો આમનો સામનો થયો તો બંને ખેલાડીઓએ એકબીજાને મેદાનમ પર ગળે મળીને આ મામલાનો અંત લાવી દીધો. મેચ દરમિયાન કોહલીએ દિલ્હીની જનતાને નવીન વિરુદ્ધ નારા ન લગાવવાની પણ અપીલ કરી હતી. 

અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે કહ્યું કે તેમના અને ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી વચ્ચે મેદાન બહાર કોઈ વિવાદ નહતો. ભારત અને અફઘાનસિ્તાન વચ્ચે વિશ્વ કપ મેચ દરમિયાન બુધવારે અહીં જ્યારે કોહલી બેટિંગ કરતા હતા ત્યારે તેમણે નવીનને ગળે લગાવીને વિવાદનો અંત લાવી દીધો. નવીન અને કોહલી વચ્ચે ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL)ની ગત સીઝન દરમિયાન લખનઉમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચ દરમિયાન વિવાદ થયો હતો. આ મેચમાં નવીન બેટિંગ દરમિયાન કોહલી સાથે ઘર્ષણમાં ઉતર્યો હતો. મેચ બાદ તેણે કોહલી સાથે હાથ પણ મિલાવ્યો નહતો. 

નવીને મેચ બાદ કહ્યું કે મારા અને કોહલી વચ્ચે જે પણ થયું તે મેદાનની અંદરની વાત હતી. મેદાન બહાર અમારી વચ્ચે કોઈ વિવાદ નહતો. લોકો અને મીડિયાએ તેને મોટો મુદ્દો બનાવી દીધો. તેમને પોતાના ફોલોઅર્સ વધારવા માટે આવા મામલાઓની જરૂર હોય છે. 

તેણે કહ્યું કે કોહલીએ તેને વીતેલી વાતોને પાછળ છોડી દેવા કહ્યું. આ ફાસ્ટ બોલરે કહ્યું કે કોહલીએ મને કહ્યું કે 'તે વાતોને પાછળ છોડી દેવી જોઈએ. મે પણ તેમને જવાબ આપ્યો કે હા એ વાતો ખતમ થઈ ગઈ છે.'

વિશ્વ કપની મેચમાં નવીન જ્યારે બેટિંગ કરવા ઉતર્યો તો દર્શકો કોહલી કોહલીના નારા લગાવવા લાગ્યા હતા. આ જ નજારો એ સમયે પણ જોવા મળ્યો હતો જ્યારે નવીન બોલિંગ કરતો હતો. કોહલી અને નવીને એકબીજાને ગળે લગાવ્યા બાદ દર્શકોએ અફઘાનિસ્તાનના આ ખેલાડીનું હૂટિંગ બંધ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More