World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ હારી ગઈ. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું. વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ટોસ હારવું એ ચિંતાનો વિષય નથી, પરંતુ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ શુભ સંકેત છે.
વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતનો વિજય નિશ્ચિત!
ભલે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ હારી ગયો હોય, પરંતુ તે ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ શુભ સંકેત છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ટ્રોફી જીતી શકે છે. ભારતે 1983 અને 2011 ODI વર્લ્ડ કપ જીત્યો છે. 1983 અને 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા બંને પ્રસંગોએ ટોસ હારી ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે બંને પ્રસંગે ભારતે વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે.
ટોસ હારવું ટીમ ઈન્ડિયા માટે સારો સંકેત
1983 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમ કપિલ દેવની કપ્તાની હેઠળ વેસ્ટ ઇન્ડિઝ સામે ટોસ હારી હતી. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું અને પછી સમગ્ર ટીમને 183 રનમાં આઉટ કરી દીધી. જોકે કપિલ દેવની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝને 43 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ લોર્ડ્સમાં પ્રથમ વખત વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવીને ઈતિહાસ રચ્યો હતો. 2011 વર્લ્ડ કપ ફાઇનલમાં પણ ટોસ હાર્યા છતાં, ટીમ ઇન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટ્રોફી ઉપાડી હતી.
ભારત વર્લ્ડ કપ ફાઇનલમાં
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે